ચાર દિવસમાં કોરોના વાયરસ થઇ જાય છે ખત્મ, ચીને આ દવાથી હજારો દર્દીઓને કર્યા સ્વસ્થ

386

કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીને એક દવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસથી બચાવ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીને એક દવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસથી બચાવ્યા છે. ચીન સરકારે માન્યું કે આ દવા એટલી ઇફેક્ટિવ છે જે કોઇ પણ કોરોના વાયરસનો દર્દી ફક્ત ચાર દિવસમાં ઠીક થઇને ઘરે જતો રહે છે. નોંધનીય છે કે ચીનમાં અત્યાર સુધી 81,193 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પરંતુ તેમાંથી લગભગ 71,258 લોકો સ્વસ્થ થઇ ઘરે જતા રહ્યા હતા. અત્યાર સુધી ચીનમાં 3252 લોકોના મોત થયા છે.

ચીનના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી ઝાંગ શિનમિને પુષ્ટી કરતા કહ્યુ કે, જાપાની દવા Favipiravir ચીની કોરોના વાયરસના દર્દીઓ માટે અસરકારક સાબિત થઇ છે. ચીની હોસ્પિટલોમાં આવનારા કોરોના વાયરસના દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે. આ દવાથી કોઇ પણ દર્દી ફક્ત ચાર દિવસમાં સ્વસ્થ થઇને ઘરે પાછો જતો રહે છે. આ અગાઉ કોઇ દર્દી સ્વસ્થ થવામાં 11 દિવસ કે તેનાથી વધુ સમય લાગી રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના દર્દીઓના એક્સ રે રિપોર્ટમાં સાબિત થયું છે કે જે દર્દીઓની સારવાર જાપાની દવાથી કરવામાં આવી તેના ફેફસા ફરીથી ઠીક થઇ ગયા હતા. દવા 91 ટકા અસર કરી રહી છે. તેનાથી વિરુદ્દ જે દર્દીઓની સારવાર અન્ય દવાથી કરવામાં આવી તેમાંથી ફક્ત 62 ટકા ફેફસા ઠીક થયા છે. નોંધનીય છે કે કોરોના વાયરસ સૌથી વધુ ફેફસા પર અસર કરે છે. તેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

Share Now