લો બોલો… ચીનમાં બે હાથી દારૂ પીને ટલ્લી થઇ ગયા!!

691

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2020, શુક્રવાર

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, તેમ છતા ગમે ત્યારે અને ગમે ત્યાં દારૂ પીને ટલ્લી થયેલા લોકો જોવા મળે છે. ફૂટપાથ પર, રસ્તાની બાજુમાં, બસ સ્ટેશન પર ટલ્લી થઇ ને લોકો પડયા હાય છે. ત્યારે માત્ર માણસો જ દારૂ પીવે છે તેવું નથી હોતું, હાથીઓને પણ દારૂ ઘણો પસંદ હોય છે.

હાથીઓ પણ એટલો બધો દારૂ પીવે છે કે પીધા બાદ તેમને ભાન નથી રહેતું. આ તસવીર પણ કંઇક એવી જ છે. તસવીરમાં જે બે હાથી શાંતિથી સુતેલા દેખાય છે, તે ખરેખર સુતા નથી પણ દારૂ પીધા બાદ ટલ્લી થઇને પડયા છે. આ તસવીર ચીનના યુનાન વિસ્તારની છે. જ્યાં 14 હોથીઓનું એક ટોળું ખોરાકની શોધમાં ફરતું ફરતું ગામમાં આવી ચડયું હતું, જ્યાં તેમને દારૂનો જથ્થો મળી ગયો. આમ પણ હાથીનો દારૂ પ્રેમ જગજાહેર છે. બસ પછી તો હાથીઓ 30 કિલો કરતા પણ વધારે દારૂનો જથ્થો સાફ કરી ગયા. ત્યારબાદ નશો ચડતા ટલ્લી થઇને સુઇ ગયા.

આ ઘટના 11 માર્ચની જણાવવામાં આવી રહી છે. પ્રવીણ કસવાન નામના વન અધિકારીએ આ તસવીર શેર કર્યા બાદ ઇન્ટરનેટ પર આ ફોટો વાયરલ થયો છે.

Share Now