નવી દિલ્હીઃ દેશમાં એક બાજુ કોરોના વાઇરસનો પ્રકોપ વધી જવાનું જોખમ છે. જાહેર સ્થળે ચારથી વધુ વ્યક્તિઓ એકઠી થવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધન કરતાં ખતરનાક કોરોના વાઇરસથી લડવા બહાર ના નીકળવા જનતાને અપીલ કરી હતી. મધ્ય પ્રદેશમાં કમલનાથે મુખ્ય પ્રધાનપદથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના કાર્યકર્તાઓએ ભોપાલની હેડ ઓફિસમાં ઉજવણી કરી રહ્યા હતા. આ દરમ્યાન ભાજપના કાર્યકરોની મોટી ભીડ હેડ કવાર્ટર પાસે જોવા મળી હતી. હવે આના પર બોલિવુડ ડિરેક્ટર સુધીર મિશ્રાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘વિશ્વાસ નથી થતો’. સુધીર મિશ્રાની આ ટ્વીટ પર લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.સુધીર મિશ્રાએ આ શિવરાજ સિંહની ઉજવણીની કરી આલોચના
મુખ્ય પ્રધાન કમલનાથે રાજીનામું આપ્યું, એ પછી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના કાર્યકર્તાઓ આ વાતની ઉજવણી જાહેર કરી હતી, જેની બોલિવુડના ડિરેક્ટર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંદેશ આપતાં 22 માર્ચે જનતા કર્ફ્યુ લગાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 22 માર્ચે આપણો પ્રયાસ, અમારા આત્મ સંયમ, દેના હિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક મજબૂત પ્રતીક હશે. તેમણે દેશવાસીઓને 22 માર્ચે સાંજે પાંચ વાગ્યે ડોક્ટરો, સારવાર કરી રહેલા લોકો, સાફસફાઈમાં લાગેલા કર્મચારીઓને તેમની સેવા માટે ધન્યવાદ આપવા કહ્યું હતુંસુધીર મિશ્રાએ એક ટ્વીટ કરીને તીખી આલોચના કરી હતી. જે સોશિયલ મિડિયા પર બહુ વાઇરલ થઈ રહી છે.