ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર તાપી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું

269

બારડોલી
તાપી જીલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રને અડીને આવેલી સરહદો પર ઉચ્છલ પોલીસ દ્વારા કોરોના વાઇરસને લઈ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસો નોંધાતા તાપી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તાપી જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રને અડીને આવેલ સરહદો પર ઉચ્છલ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર તેમજ નિઝર તરફથી આવતા પેસેંજર વાહનોને અટકાવી ચેકિંગ હાથ ધરાયું છે. ગુજરાત રાજ્ય કોરોનના ભરડામાં નહીં આવે તે માટે મહારાષ્ટ્ર તરફથી આવતા પેસેંજર વાહનોને પોલીસ દ્વારા રિટર્ન કરવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસને પગલે તાપી પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Share Now