કોરોના વાયરસના જન્મસ્થળને લઈને અત્યાર સુધી અમેરિકા પર હુમલા કરનારા ચીનના નિશાને ઈટાલી આવ્યું છે. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે, ઈટાલીમાં ગત 7 નવેમ્બર અને ડિસેમ્બરમાં જ ન્યૂમોનિયાના કેસ સામે આવ્યા હતા. ઈટાલીએના આ લોકોમાં કોરોના વાયરસનાથી સંક્રમિત હોવાના લક્ષણોને લઈને આશંકા છે જ.
ગ્લોબલ ટાઈમ્સે રિપોર્ટનો હવાલો આપીને આ દાવો કર્યો છે. ચીનના વુહાનમાં કોરોના સંક્રમણના કેસ આ વર્ષે જાન્યુઆરીમાં આવ્યા હતા. ગ્લોબલ ટાઈમ્સનો આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કોરોના વાયરસના જન્મસ્થાનને લઈને ચીન અને અમેરિકા વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે.
ચીનના વુહાન શહેરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ હવે ચીન ધીમે ધીમે આ સંકટમાંથી બહાર આવતુ જણાય છે. સાથે જ ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ અમેરિકાથી ફેલાયો છે. ચીનના આ દાવા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમે તેને ‘ચાઈનીઝ વાયરસ’ ગણાવીને આકરો વળતો પ્રહાર કર્યો હતો.
ચીનના કર્મોની સજા ભોગવી રહી છે દુનિયા : ટ્રમ્પ
ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ચીને કોરોના વાયરસને લઈને પ્રારંભીક સૂચના છુપાવી જેની સજા આજે આખી દુનિયા ભોગવી રહી છે. ટ્રમ્પે કોરોના વાયરસને ચીની વાયરસ ગનાવતા તેમણે કહ્યું હતું કે, દુનિયા તેના કર્મોની મોટી સજા ભોગવી રહ્યું છે. પરંતુ હવે ઈટાલીમાં મૃતાંક ચીન કરતા પણ વધી ગઈ છે. એટલુ જ નહીં અમેરિકામાં પણ મૃતાંક 300થીએ વધી ગયો છે. સંકટની આ ઘડીમાં ચીને એ દુષ્પ્રચાર પણ જોરશોરથી કરી રહ્યુ છે કે, કોરોનાનો જન્મ તેના વુહાનમાં થયો જ નથી.
આ અગાઉ કોરોના સંકટના કેન્દ્ર બિંદૂ એવા ચીને દાવો કર્યો છે કે, આ ઘાતક વાયરસ અમેરિકાથી જ ફેલાયો છે. એટલુ જ નહીં ચીને એવો પણ દાવો કર્યો છે કે, વુહાનમાં કોરોના વાયરસ ફેલાવવા પાછળ અમેરિકી સેનાનો જ હાથ છે. કોરોના વાયરસના સંક્રમણનો પહેલો કેસ ચીનના હુબેઈ પ્રાંતમાં થઈ હતી. હુબેઈની રાજધાની વુહાન આ વાયરસથી સૌથી વધારે પીડિત છે, જોકે હવે અહીં સંક્રમણની ઝડપ નિયંત્રણમાં છે
ઈટાલીમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 53,578 લોકો સંક્રમિત થયા છે અને મૃતાંક 4825ના મોત થયા છે જે ચીન કરતા પણ વધારે છે. જોકે ઈટાલીનો ઉત્તર ભાગ ફૈશન અને ગારમેંટની ઈન્ડસ્ટ્રીના કારણે ધમધમી રહ્યો છે. પ્રતિષ્ઠિત્ત વૈશ્વિક બ્રાંડ જેવી કે ગુચી અને પ્રાડાનું પણ કેન્દ્ર અહીં જ છે. ચીન દુનિયાનું સસ્તુ મેન્યુફેક્ચરિંગ પુરો પાડી શકે છે માટે ઈટાલીની મોટાભાગની ફેશન બ્રાંડ ચીન સાથે મળીને કામ કરે છે. ઈટાલીના આ ફેશન હાઉસમાં સસ્તા કારીગરો તરીકે ચીની કારીગરો રાખવામાં આવે છે, જેઓ મોટાભાગના વુહાનના નાગરિક હોવાનું કહેવાય છે.
ઈટાલીથી વુહાનની સીધી ફ્લાઈટ પણ છે અને ઈટાલીની ફેક્ટરીઓમાં એક લાખથી વધારે ચીની નાગરિકો કામ કરે છે. ચીની નાગરિકોએ ધીમે-ધીમે કરીને ઈટાલીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે અને ત્યાં અનેક ફેશન કંપનીઓના માલિક પણ ચીની નાગરિક છે. તેવી જ રીતે અન્ય એક રિપોર્ટ દર્શાવે છે કે, અહીં લગભગ 3 લાખ ચીની નાગરિક છે અને તેમાંથી 90 ટકા લોકો ઈટાલીની ગારમેંટ ફેક્ટરીઓમાં કામ કરે છે. આ હકીકત જાણતુ હોવા છતાંયે ઈટાલીના પ્રશાસને કોરોના વાયરસને એકદમ હળવાશથી લીધી અને આખુ ઈટાલી તેના અતિ ગંભીર પરિણામો ભોગવી રહ્યું છે.