ઈટલીના રોમથી 263 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પહોંચ્યા, તમામને કરાયા ક્વોરન્ટાઈન

291

વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ બાદ તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર વચ્ચે 263 ભારતીય વિદ્યાર્થીઓને ઈટલીના રોમથી ભારત લાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. તમામ વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ બાદ તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ઈટલીમાં કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિ છે. ઈટલીમાં રવિવારે સવાર સુધી સંક્રમણના કુલ 53, 578 કેસ સામે આવી ચુક્યા હતા. 4,825 લોકોના મોત થઈ ચુક્યા છે.

દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં 13,068 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કારણે ચીન બાદ સૌથી વધારે ખરાબ સ્થિતિ ઈટલીમાં હોવાથી ત્યાં ફસાયેલા ભારતીયો અને તેના પરીવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે આજે તમામએ રાહતનો શ્વાસ લીધો છે.

જ્યારે ફ્રાન્સમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસથી 112થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે આ દેશમાં મૃતકોની સંખ્યા 562 પર પહોંચી છે. 6172 લોકોને કોરોના વાયરસનાં કારણે હોસ્પિટલમાં દાખલ છે.

Share Now