તો એટલે PM નરેન્દ્ર મોદી ભરાયા છે રોષે! કનિકા સહિતના આ બેદરકારો બની રહ્યાં છે ખતરો

248

દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ વધવા લાગી છે. અડધાથી વધારે ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે. પરિસ્થિતિ વધારે વકરતી જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશની જનતાને સાવચેતી રાખવા અને સરકારના આદેશનું પાલન કરવાની અપીલ કરી રહ્યાં છે, પરંતુ આ ગંભીર સ્થિતિ વચ્ચે પણ કેટલાક લોકો એવા છે જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણો બની રહ્યાં છે.

ક્યાંક ગઈ કાલના જનતા કર્ફ્યુના લીરે લીરા ઉડ્યા, તો ક્યાંક કેટલીક સેલિબ્રિટીના નામે પણ કાયદાનો ભંગ તો કર્યો પણ અનેક લોકોની જીંદગી ખતરામાં નાખી. તો કેટલાક એવા પણ છે કે ધર્મના નામે અન્યોને પણ મુશ્કેલીમાં મુકી રહ્યાં છે. કેટલાક ભયાનક બનાવ તો એવા છે કે કોરોનાગ્રસ્ત લોકો સારવાર કરાવવાના બદલે સારવાર દરમિયાન જ હોસ્પિટલમાંથી નાસી જાય છે. કાયદાનો આ ભંગ કરનારા અને સમાજ આખાને મુશ્કેલીમાં મુકનારાઓમાં ધર્મગુરૂઓથી માંડી નેતા, અભિનેતા અને સમાજના અન્ય જાણીતા ચહેરા છે.દુનિયા આખી પર મોત તાંડવ કરી રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં શાકભાજી માર્કેટમાં મેળાની માફક ભીડ ઉમટી પડી હતી. જ્યારે અહીં શહેરમાં 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે દિલ્હીને અડીને આવેલા નોએડા તરફ જતી ગાડીઓની રીતસરની લાઈનો લાગી છે. પોલીસના સમજાવવા છતાં તેઓ માનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો દિલ્હીની આલમી મરકઝ બંગલેવાલી મસ્જિદમાં તો મુસલમાનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. હદ તો ત્યારે થઈ કે આ ભીડ એકબીજાને ગળે પણ મળી રહી હતી.

તેવી જ રીતે સમાજવાદી પાર્ટીના નેતા રમાકાંત યાદવે તો હદ કરી નાખી. તેમણે કોરોનાને કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ તરફથી ઉડાવવામાં આવેલી અફવા ગણાવી હતી. તેમણે કેન્દ્ર એનઆરસી, સીએએ, એનઆરપી, મોંઘવારી જેવા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે કોરોનાની અફવા ફેલાવવામાં આવી રહી છે. આ નેતાજીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, જો કોઈને કોરોના છે તો તે ગળે લગાવવા પણ તૈયાર છે. તેમણે હદ વટાવતા કહ્યું હતું કે, શરમજનક વાત તો એ છે કે, કોરોના માટે નેશનલ ઈમરજન્સી લગાવવામાં આવી રહી છે. રમાકાંત યાદવ વિરૂદ્ધ અનેક કલમ લગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેવી જ રીતે બોલિવૂડ ગાયિકા કનિકા કપૂરે દાખવેલી એકદમ શરમજનક છે. કનિકા 9મી માર્ચે લંડનથી મુંબઈ પાછી ફરી હતી, ત્યાર બાદ ફ્લાઈટથી 11 માર્ચે લખનૌ પાછી ફરી. ત્યાંથી તે કાનપુરમાં પોતાના સંબંધીને ત્યાં રોકાઈ. 13મી માર્ચે તે ફરી એકવાર લખનૌ આવી. અહીં તે ત્રણ પાર્ટીઓમાં શામેલ થઈ જ્યાં લગભગ 160 લોકોના સંપર્કમાં આવી. સાંસદ દુષ્યંત સિંહ પણ કનિકાની એક પાર્ટીમાં શામેલ હતાં જે લોકસભા પણ ગયા અને રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પણ શામેલ થયા. એટલુ ઓછુ હોય તેમ કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો તેણે અહીં પણ નખરા દેખાડવાનું શરૂ કરી દીધું. તે હોસ્પિટલમાં પણ ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધાઓ માંગવા લાગી. આખરે ડોક્ટરોએ લાખ આંક કરવી પડી હતી.

બીજી બાજુ દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં 19 માર્ચે કોરોનાના 6 શંકાસ્પદો ભાગી ગયા હતાં. તો 14 મર્ચે મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લાની એક સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાના ત્રણ શકમંદો નાસી છુટ્યા હતાં. તેમાં બે મહિલાઓ પણ શામેલ હતી.

Share Now