દિલ્હીમાં CAA અને NRC વિરુદ્વ પ્રદર્શન : લોકોએ ખાલી કર્યું ધરણા સ્થળ

296

દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી CAA, NRC અને NPRના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનને હવે અસ્થાયીરૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, નિઝામુદ્દીન વેસ્ટમાં શિવ મંદિર પાસે ચાલી રહેલા વિરોધને પ્રદર્શનકારીઓએ અસ્થાયીરૂપથી પાછું લઈ લીધું છે. આયોજકોનું કહેવું છે કે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરેથી જ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, મહિલાઓ શાહીન બાગમાં CAA અને NRCના વિરોધમાં ત્રણ મહિના કરતા વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. પરંતુ કોરોના વાયરસ અને તેના વધતા સંક્રમણના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલથી આ વિરોધનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

રવિવારે જનતા કર્ફ્યૂના કારણે ઘટનાસ્થળે ચારથી પાંચ મહિલાઓ જ પહોંચી હતી. બાકી મહિલાઓએ ધરણા સ્થળ પર પોતપોતાના બૂટ, ચંપલો રાખીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન સ્થળે પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ પણ સાંજે પાંચ વાગ્યે તાળીઓ વગાડશે, પરંતુ CAA, NRC અને NPRના વિરોધમાં રહેશે.શાહીન બાગ સ્થિત ધરણા સ્થળ પર 22 માર્ચે બહારના લોકો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના માટે અનેક જગ્યાએ બેરિકેડિંગ પણ કરવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, ‘રાતે 9 વાગ્યા પછી પ્રવેશ થશે, ધરણા ચાલુ છે.’ શાહીન બાગમાં મહિલાઓ ડિસેમ્બર 2019થી CAA અને NRCના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. રસ્તા પર ટેન્ટ લગાવીને ધરણા કરવાના કારણે વાહનવ્યવહાર મહિનાઓથી ઠપ્પ છે. એવામાં આ મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયો છે. કોર્ટે આ મામલાને થાળે પાડવા મધ્યસ્થીઓ પણ નિમણુક કર્યા છે, પરંતુ મધ્યસ્થીઓ ધરણા બંધ કરાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

Share Now