ભારત સહિત વિશ્વના 35 દેશો લોકડાઉન હેઠળ

302

કેન્દ્ર સરકાર કોરોના વાયરસથી પોતાના દેશવાસીઓેને બચાવવા માટે સમગ્ર દેશભરમાં લોકડાઉન જાહેર કરી શકે છે.
એજન્સી > નવી િદલ્હી

ચીનથી ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ભારત સહિત દુનિયાના અંદાજે ૨૦૦ વધુ દેશોમાં કોરોના વાયરસે પ્રકોપ મચાવ્યો છે, કારણ કે હમણાં સુધી આ વાયરસનો ઇલાજ શોધી શકાયો નથી. કોરોના વાયરસના કારણે દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉન થઈ ચૂક્યા છે, અથવા એ દેશોમાં લોકડાઉન જેવી હાલત છે. ભારતમાં રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબે સંપૂર્ણ રીતે લોકડાઉનની જાહેર કરી દીધી છે. જ્યારે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી કેટલાક મોટા શહેરો બંધ કરી દીધા છે.

અહીંયા એ જણાવવાની આવશ્યકતા છે કે લોકડાઉન શબ્દથી ડરવાની જરૂરત કોઈ પણ નથી. ભારતના શહેરોમાં જો લોકડાઉન કરવામાં આવે તો તેનાથી કોઈ પણ નાગરિકને નુકસાન થશે નહીં, પરંતુ સરકાર તમારી અને અમારી ખતરનાક કોરોના વાયરસથી સુરક્ષા માટે આવું કરી રહી છે. લોકડાઉન એટલા માટે કરવામાં આવે છે કે જેથી લોકો ઘરની બહાર નીકળે નહીં અને કોરોના વાયરસનો પ્રસાર થઈ શકે નહીં. કોરોના વાયરસ કેટલો ભયાનક છે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છે કે હમણાં સુધી ભારતમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે દુનિયાભરમાં ૧૩,૦૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હમણાં સુધી ભારતમાં કોરોના વાયરસના 341 કેસ નોંધાયા છે અને વૈશ્વિક આંકડો પોણા ત્રણ લાખ હોવાનો અંદાજ છે.

જે રીતે ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે અને જેમ-જેમ રાજ્યોની સરકારે પોતાના પ્રદેશો અને શહેરોને પૂર્ણ રીતે બંધ કરવાનો આરંભ કર્યો છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે કેન્દ્ર સરકાર કોરોના વાયરસથી પોતાના દેશવાસીઓેને બચાવવા માટે સમગ્ર દેશભરમાં લોકડાઉન જાહેર કરી શકે છે. જો આવું થાય તો એ દેશ હિતમાં હશે અને કોઈ પણ પ્રકાર વહીવટી તંત્રનું દબાણ હશે નહીં. આ એક રીતે નૈતિક દબાણ હોય છે, જેથી સંક્રમણને ફેલાવવાથી રોકી શકાય.

લોકડાઉનનો અર્થ શું થાય છે? કોઈ પણ શહેરને લોકડાઉન કરવાનો અર્થ થાય છે કે આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઘરથી બહાર નીકળી શકે નહીં. જોકે,એમાં અપવાદ હોય છે. દવા, બેંક, હોસ્પિટલ, કરિયાણા, દૂધની જરૂરત માટે ઘરથી બહાર નીકળવાની છૂટ મળે છે. લોકડાઉન એક રીતે કટોકટી જેવી વ્યવસ્થા હોય છે. જો કોઈ પણ શહેર કે વિસ્તારમાં લોકડાઉનની જાહેરાત થાય છે તો ત્યાંના લોકોને ઘરથી બહાર નીકળવાની મંજૂરી હોતી નથી. લોકડાઉનની સ્થિતિમાં કોઈ વ્યક્તિને જીવન જીવવા માટેની પ્રાથમિકતા અને આવશ્યક ચીજવસ્તુઓ માટે બહાર નીકળવાની મંજૂરી હોય છે. લોકડાઉનમાં જો કોઈ વ્યક્તિને કરિયાણા, દૂધ-પાણી, દવા, શાકભાજીની જરુરત હોય છે તો એ બહાર જઈ શકે છે અથવા બેંક-હોસ્પિટલના કામ માટે મંજૂરી મળી શકે છે.

વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર

પેરિસ: ચીનથી ફેલાયા પછી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. હાલ ૧૭૦ દેશોમાં કોરોના વાયરસથી કુલ ૧૩૪૪૪ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩૦૮૧૩૦ લોકો ચેપગ્રસ્ત છે. જ્યારે નવા કેસો વિશ્વભરમાં ૨૮૬૭૪ નોંધાયા છે અને ૧૭૦૨ નવા મોતનાં આંકડા આવ્યા છે. કોરોના અંગેની અન્ય આંકડાકીય માહિતી આ પ્રમાણે છે.

Share Now