સુરત: ટ્રાન્સપોર્ટ વાહનોની હેરાફેરી પર તા. 25મી સુધી પ્રતિબંધ

355

સુરત, તા. 23 માર્ચ 2020 સોમવાર

ટેક્સી, મેક્સી સ્ટેજ કેરેજ સહિતના ટ્રાન્સપોર્ટ વાહનો ઉપર કોરોનાના સંક્રમણની સંભાવનાને ધ્યાનમાં લઈને આગામી તા. 25મી માર્ચ સુધી ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના બંદર અને વાહનવ્યવહાર વિભાગે એક પરિપત્ર આજરોજ બહાર પાડીને દરેક શહેરના પોલીસ કમિશનરને જાણ કરી છે.રાજ્યમાં મુસાફરોની હેરાફેરી માટે વપરાતી બસો, ટેક્સી, મેક્સી તથા ઓટોરિક્ષા ચલાવવા કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર જનતાના હિતમાં આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઓટો રીક્ષાનો કોન્ટ્રાક્ટ કેરેજમાં સમાવેશ થતો હોવાથી, ઓટોરિક્ષાને પણ પ્રતિબંધમાં સામેલ કરવામાં આવી છે.

Share Now