મહામારી સામેની જંગમાં સરકાર લોકો પાસેથી સહકારની અપીલ કરી રહી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો રઝળતા જોવા મળ્યા
એજન્સી, નવી દિલ્હી
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં વાયરસસથી દેશમાં અન્ય એક વ્યક્તિની મોત થઇ છે. દેશમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા વધીને આઠ સુધી પહોંચી ચૂકી છે. આ કેસ કોલકાતામાંથી સામે આવ્યો છે.
જો ગંભીર સ્થિતિની વાત કરીએ તો કોરોના વાયરસના પ્રકોપને લીધે દેશ લોકડાઉનની સ્થિતિમાં છે, દેશમાં કુલ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. રેલવેએ તમામ ટ્રેનો રદ કરી દીધી છે, માત્ર માલગાડીઓ જ ચાલી રહી છે. એવામાં ભારતમાં ડોમેસ્ટિક એર સર્વિસિસ પર બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સરકાર કોરોના વાયરસની જંગ સામે લોકો પાસેથી સહકારની અપીલ કરી રહી છે. લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેને જોતા સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે જનતા કર્ફ્યુના દિવસે, એટલે કે રવિવારે પણ કોરોના વાયરસના ચેપથી ત્રણ લોકોના મોત થયા હતા.