કોરોના વાયરસને લીધે તિહાડ જેલ 3000 કેદીઓને છોડવાની તૈયારીમાં

285

કોરોના વાયરસ સંક્રમણની અસર જેલતંત્ર પર પણ જોવા મળી રહી છે. દિલ્હી સ્થિત તિહાડ જેલ પ્રશાસન 3000 કેદીઓને છોડવાની તૈયારીમાં છે. તેમાંથી 1500 કેદીઓ એવા છે કે જેમને કોર્ટ દ્વારા જુદા જુદા ગુનાઓ હેઠળ સજા મળી ચૂકી છે. આ કેદીઓને આવનારા 3 કે 4 દિવસોમાં પેરોલ કે ફરલો પર છોડવામાં આવી શકે છે.

નિર્ણય પર 3 કે 4 દિવસમાં અમલઃ

તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે આવનારા 3 કે 4 દિવસોમાં આ નિર્ણય પર અમલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે લગભગ 1500 કેદી એવા છે જેઓ અંડર ટ્રાયલ છે. તેમને અંતરિમ જામીન આપીને છોડી શકાય છે. ડીજી સંદીપ ગોયલે કહ્યું કે, તેનાથી જોડાયેલ કાયદાકીય જોગવાઈનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

તિહાડ જેલમાં લગભગ 17500 કેદીઃ

જણાવી દઈએ કે દેશની સૌથી મોટી જેલમાંથી એક તિહાડમાં લગભગ 17500 કેદીઓ સજા કાપી રહ્યા છે. કોરોના વાયરસની અસર તિહાડ જેલમાં પણ જોવા મળી રહી છે. તંત્રએ તિહાડ જેલમાં એક આઈસોલેશન વોર્ડ બનાવ્યું છે. જ્યાં સતત કેદીઓનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું છે. જે પણ નવા કેદી ત્યાં આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને 3 દિવસ સુધી અલગ વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે.

ઝડપથી વધી રહ્યા છે કોરોનાના દર્દીઃ

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં કોરોના પોઝિટવ સંખ્યા 511 થઈ ચૂકી છે. તમિલનાડુમાં વધુ 3 કેસો સામે આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ સંખ્યા 101 થઈ ચૂકી છે. દેશમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 10 થઈ છે. તો 44 લોકો એવા છે જેઓ સાજા થઈ ચૂક્યા છે.

Share Now