સરકારે જાહેર કર્યુ રાહત પેકેજઃ આધાર-પાન લીંકનો સમય વધ્યોઃ ટેકસ રિટર્ન ભરવાની મુદ્દત હવે જુન સુધી

259

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે આઇટી રીટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ ૩૦ જુન-૨૦૨૦: તેના પર વ્યાજદર ૧૨ ટકાથી ઘટાડી ૯ ટકા ટીડીએસ ડીપોઝીટની અંતિમ તારીખમાં કોઇ ફેરફાર નહીં: વ્યાજદર ૧૮ ટકાથી ઘટાડી ૯ ટકા આધાર-પેન લીંકની તારીખ ૩૦ જુન સુધી વધીઃ પહેલા ડેડલાઇન હતી ૩૧ માર્ચ જીએસટી ફાઇલીંગ ડેટ વધારી ૩૦ જુન કરવામાં આવીઃ વિવાદ સે વિશ્વાસ સ્કીમનો સમય પણ વધારી જુન કરાયો. પાંચ કરોડથી ઓછા ટર્નઓવરવાળી કંપનીઓ માટે જીએસટી મોડુ ભરાય તો કોઇ વ્યાજ કે પેનલ્ટી કે લેઇટ ફી નહીં લાગે બોર્ડ મિટીંગ ૬૦ દિવસના સમયમાં ફરજીયાત બોલાવવામાં પણ રાહતઃ ૨ ત્રિમાસિક ગાળા સુધી રાહત આપવામાં આવી ઇમ્પોર્ટ અને એકસપોર્ટરોને પણ રાહતઃ કસ્ટમ્સ કલીયરન્સ હવે જરૂરી-આવશ્યક સેવાઃ ૩૦ જુન ૨૦૨૦ સુધી ૨૪x૭ કામ કરશે

Share Now