કોરોનાને લઇ અમેરિકા અને ચીન પાછા બાખડ્યા, પૂછયું- ફ્લૂથી મોત થયું કે કોરોનાથી?

290

કોરોના વાયરસને લઇ અમેરિકા અને ચીનની વચ્ચે વિવાદ થોભવાનું નામ લઇ રહ્યું નથી. બંને દેશ કોરોના વાયરસની ઉત્પતિ માટે સતત એકબીજાને કસૂરવાર ગણાવી રહ્યા છે. સોમવારના રોજ ફ્રાન્સમાં ચીની દૂતાવાસે ફરી એકવખત સાબિત કરવાની કોશિષ કરી કે કોરોના વાયરસ અમેરિકાથી જ શરૂ થયો.

ચીની દૂતાવાસે ટ્વીટમાં એ વાતનો ઇશારો કર્યો કે જેને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની વાયરસ કહી રહ્યા છે તે અમેરિકામાં જ પેદા થયો છે.

પેરિસ સ્થિત ચીની દૂતાવાસે ટ્વીટમાં લખ્યું અમેરિકામાં ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયેલા ફ્લૂથી થયેલા 20000 મોતમાં કોરોના વાયરસના કેટલાં કેસ હતા? શું અમેરિકાએ નવા કોરોના વાયરસના ન્યુમોનિયાના કેસને ફ્લૂ બતાવીને રજૂ કરવાની કોશિષ નહોતી કરી? જો કે દૂતાવાસે પોતાના આ દાવાને લઇ કોઇપણ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા નહીં.

સોમવારના રોજ ફ્રાન્સ સ્થિત ચીની દૂતાવાસે અમેરિકા પર કેટલાંય પ્રશ્ન કર્યા. ચીની દૂતાવાસે કહ્યું કે જુલાઇ મહિનામાં અમેરિકાએ મેરીલેન્ડમાં ફોર્ટ ડેટ્રિક બેસ સ્થિત બાયોકેમિકલ વેપન્સ રિસર્ચ સેન્ટરને અચાનક બંધ કરી દીધુ હતું. આ લેબ બંધ થયા બાદ અમેરિકામાં ન્યુમોનિયા કે આ પ્રકારના તમામ કેસ સામે આવ્યા હતા.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સચિવ માઇલ પોમ્પિયો કેટલીય વખત કોરોના વાયરસને ચીની વાયરસ કહી ચૂકયા છે જેને લઇ ચીન નારાજગી વ્યકત કરી રહ્યું છે. જો કે ચીનના વુહાન શહેરમાં જ કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શકયું નથી કે આ કેસ પેદા થયો અને કયાંથી ફેલાયો.

અત્યાર સુધીમાં આખી દુનિયામાં કોરોના વાયરસ 3 લાખથી વધુ લોકોને પોતાની ઝપટમાં લઇ ચૂકયું છે. સરકાર લોકોને ઘરોમાં સ્ટે કરવા માટે કહી રહ્યું છે જ્યારે કેટલીય જગ્યા એ સંપૂર્ણપણે લોકડાઉન કરી દીધું છે.

રવિવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીનથી થોડાંક નારાજ છે. ટ્રમ્પે કહ્યું કે તેમને આ અંગે (કોરોના વાયરસ) આપણને પહેલાં બતાવું દેવું જોઇતું હતું. બેઇજીંગના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ મહિને એક ટ્વીટ કરીને આરોપ મૂકયો હતો કે અમેરિકન સેના જ વુહાનમાં વાયરસ લઇને આવ્યા હતા.

અમેરિકાએ તેના જવાબમાં ચીનના રાજદૂતને સમન્સ પાઠવ્યા અને ચીન પર કૉન્સપિરેસી થિયરી ફેલાવાનો આરોપ મૂકયો. ટ્રમ્પે ત્યારબાદ બે ટ્વીટમાં પણ કોરોના વાયરસને ચીની વાયરસ કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઇ એટલે તેને ચીની વાયરસ કહેવામાં કોઇ સમસ્યા નથી.

જો કે અમેરિકામાં સ્વાસ્થ્ય સેવા સંચાલિત કરનાર અધિકારી કોરોના વાયરસને ચીની વાયરસ કહેવાથી બચી રહ્યા છે. તેમનું માનવું છે કે તેનાથી ચીનના પ્રત્યે નફરત વધશે. જો કે વ્હાઇટ હાઉસે આ આખા વિવાદને નકારી દીધો અને કહ્યું કે પહેલાં પણ વાયરસનું નામ તેની ઉત્પતિની જગ્યાના નામ પર અપાયું છે. વ્હાઇટ હાઉસ ટ્વીટ કરી કહ્યું કે સ્પેનિશ ફ્લૂ, વેસ્ટ નીલ વાયરસ, જીકા અને ઇબોલા તમામ નામ જગ્યાના નામથી છે. મીડિયામાં ખોટી ચર્ચા ચાલી રહી છે.

Share Now