મહારાષ્ટ્રમાં જ કોરોનાના 97 પોઝિટિવ કેસ : કેરળમાં દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 504 પોઝિટિવ કેસ નોંધાયા છે. માત્ર 24 કલાકમાં જ દેશમાં 100થી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાકમાં જ પાંચ લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે અત્યાર સુધી કોરોનાના કારણે અકિલા દેશમાં 10 લોકોએ પોતાનો જીવ ખોયો છે. જ્યારે સોમવાર સુધી કોરોનાના 37 દર્દીઓને સાજા કરી રજા આપી દેવામાં આવી છે.દેશના 20થી વધુ રાજ્યોમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેમાં માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના 97 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો કેરળમાં કનિદૈ લાકિઅ દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી છે. કોરોનાની સ્થિતિને લઇ દેશના 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. તો કુલ 548 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં પણ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે.મહારાષ્ટ્ર અને ચંદીગઢમાં તો કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.