કોરોના: દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં એકપણ કેસ નહીં

307

કોરોના વાયરસનાં વધતા ખતરાને જોતા દિલ્હીમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારનાં આની જાહેરાત કરી. તેમણે કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે દિલ્હીમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ અત્યારે આપણે ખુશ ના થવું જોઇએ. લડાઈ હજુ લાંબી છે. દર્દીઓની સંખ્યામાં ક્યારેય પણ વધારો થઈ શકે છે.

આપણે એલર્ટ રહેવું પડશે.”
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “છેલ્લા 40 કલાકમાં કોઈપણ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. 30 દર્દી ઠીક થઈને ઘરે જઇ ચુક્યા છે. દિલ્હીમાં અત્યારે 23 દર્દી છે. અમે લોકોની ટીમ બનાવી છે, જે જણાવશે કે જો કોરોના થર્ડ સ્ટેજમાં આવે છે તો આપણે શું કરવાનું રહેશે.”

ભાડાનાં ઘરમાં રહેતા લોકોને પણ રાહત

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “રોજિંદા શ્રમિકો જે ભાડાનાં ઘરમાં રહે છે. જો ભાડે રહેતા લોકો પોતાના મકાન માલિકને ભાડું આપવાની સ્થિતિમાં નથી, તો તેમને 2-3 મહિના સુધી કેટલીક છૂટ આપવામાં આવશે.” તેમણે કહ્યું કે, “મને એ જોઇને ખુશી છે કે લોકો એક-બીજાની મદદ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપણે જલદી આ સંકટથી સફળતાપૂર્વક પાર પડીશું.”

કોઈપણ ભૂખે ના મરે

છેલ્લા 24 સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “જેમને ખાવાની તકલીફ છે તેઓ રેન બસેરાઓમાં જાય. કોઈપણ ભૂખે ના મરે.” તેમણે જણાવ્યું કે, “દિલ્હી સરકાર કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરનારા લોકોને 5 હજાર રૂપિયા આપશે.”કલાકમાં દિલ્હીમાં કોરોનાનો એકપણ કેસ નહીં

Share Now