તમારા અનુયાયીઓની રક્ષા કરો અને નાસ્તિક દેશો પર કોરોના મહામારી રુપે કહેર વર્તાવો: ISની ખુદાને દુઆ
એજન્સી, લંડન
કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને ઇસ્લામિક આતંકી સંગઠન ISISએ મૂર્તિપૂજક દેશો માટે અલ્લાહે કરેલી સજા ઠેરવી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ પર આતંકનો પાયો મજબૂત કરતા ઇસ્લામિક આતંકી સંગઠને મહામારી પર દાવ ખેલ્યો છે.
ઇસ્લામિક સ્ટેટે એક ન્યૂઝ લેટર ઇશ્યુ કરીને કહ્યુ કે અલ્લાહે જાતે બનાવેલા દેશો પર દર્દનાક કહેર વર્તાવ્યો છે. ઇસ્લામિક આતંકી સંગઠને દાવો કર્યો હતો કે કોરોના વાયરસ મૂર્તિ પૂજા કરતા દેશો માટે ખુદાનો જવાબ છે. તેણે ખુદાને આહ્વાન કર્યુ હતું કે, તેમના અનુયાયીઓની રક્ષા કરે અને નાસ્તિક દેશો પર કોરોના મહામારી રુપે કહેર વર્તાવે.
ISની માન્યતા મુજબ આ મહામારીએ આક્રમણકારી દેશોને પીછેહટ કરવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે સૈનિકોની તૈનાતી કરવા મજબૂર કર્યા.
આ પહેલા પણ આ ઇસ્લામિક આતંકી સંગઠને ગાઇડલાઇન ઇશ્યુ કરતા તેના આતંકી કર્મચારીઓને નિયમોનુ પાલન કરવા અને યુરોપ જેવા કોરોનાથી પ્રભાવિત દેશોથી દૂર રહેવા જણાવ્યુ હતું.