USમાં એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાતાં ટ્રમ્પ ટેન્શનમાં

312

અમેરિકામાં સોમવાર સુધી કોરોના વાયરસના ૪૩,૭૦૦થી વધુ કન્ફર્મ્ડ કેસો મળ્યા છે
એજન્સી, વોશિંગ્ટન

અમેરિકામાં એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે પહેલી વખત ૧૩૦થી વધુના મોત થતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વના મેડિકલ પુરવઠા અને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણની સંગ્રહખોરી અટકાવવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આમ હવે આમ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

અમેરિકામાં સોમવાર સુધી કોરોના વાયરસના ૪૩,૭૦૦થી વધુ કન્ફર્મ્ડ કેસો મળ્યા છે. જોકે ચિંતાની વાત એ છે કે એક જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ કેસો નોંધાયા હતા. આની સામે ૧૩૯ મોત થતાં સોમવાર રાત સુધી મૃત્યુઆંક વધીને ૫૫૦ને પાર કરી ગયો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર મહત્વના તબીબી અને હેન્ડ સેનિટાઇઝર્સ અને ફેસ માસ્ક્સ જેવાવ્યક્તિગત રક્ષણ માટેના ઉપકરણોના સંગ્રહ કરનાર અને વધુ પૈસા લેનાર સામે પગલા લેશે. ન્યાય વિભાગ આ બીમારીને લગતી છેતરપિંડીવાળી સ્કીમો સામે આક્રમકરીતે કામ ચલાવશે તેમ જણાવતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘અત્યંત સીધી વાત છે. અમે કોઇને પણ તેમના લાભ માટે અમેરિકાના નાગરિકોને મુશ્કેલીમાં શોષણ નહિ કરવા દઇએ.’ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેત‌વણી આપી છે કે કોરોનાને લગતી હોનારતમાં આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે

Share Now