WHOની ગંભીર ચેતવણી : US બનવા જઈ રહ્યું છે બીજુ ‘વુહાન’, 24 જ કલાકમાં 150ના મોત

444

ગઈકાલે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ એવી શંકા વ્યક્ત કરી હતી કે હવે અમેરિકા કોરોના વાયરસનું નવું એપી સેન્ટર બને તેવી શક્યતા છે. અમેરિકામાં કોરોનાના નવા દર્દી અને મોતનો આંકડો વધતો જાય છે.

WHOએ કહ્યું હતું કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. WHOના પ્રવક્તા માર્ગેટ હૈરિસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબજ ઝડપી ગતિએ વધુ રહ્યું છે. દેશમાં પ્રથમ કેસ 21 જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં 782 લોકોના મોત થયા છે અને કુલ 54867 કેસ પોઝિટિવ છે. અમેરિકામાં ગઈ કાલે મંગળવારે એક જ દિવસમાં કોરોના સંક્રમિત લોકોના 10,000 કેસ સામે આવ્યા છે. તો માત્ર 24 જ કલાકમાં 150 લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.

ન્યુયોર્કના મેયર એન્ડ્રયુ કોમોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, ન્યુયોર્કમાં કોરોનાના કેસ બુલેટની ગતિએ વધતા જાય છે. અમારે જેટલા વેન્ટિલેટર જોઈએ છે તેના કરતા ઘણા ઓછા છે. એકલા ન્યુયોર્કમાં જ કોરોનાના 25,665 કેસ નોંધાયા છે જેમાં 24 કલાકમાં 4000 કેસ ઉમેરાયા છે. ન્યુયોર્કમાં અત્યાર સુધી કોરોનાથી 271ના મોત થયા છે જેમાંથી છેલ્લા 24 કલાકમાં 83 મોત છે.

સમગ્ર અમેરિકામાં 53,666 કોરોના કેસ નોંધાયા છે, અને કુલ મૃત્યુનો આંકડો 803 થયા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 210 મૃત્યુ સામેલ છે. ન્યુયોર્કના મેયરએ તો આરોપ લગાવ્યો છે કે, અમારે 30,000 વેન્ટિલેટર જોઈએ છે અને અમારી પાસે માત્ર 7000 જ છે.

રિપોર્ટ મુજબ 4 માર્ચથી સંક્રમણના કેસ 23% ના દરે વધ્યા છે. 18થી 19 માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં 51 ટકાની વૃદ્ધી થઈ છે. પ્રશાંત મહાસાગરમાં તૈનાત અમેરિકાના યુદ્ધ જહાજમાં ત્રણ સૈનિકોનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. આમની સાથે રહેલા એક સૈનિકને આઈસોલેશનમાં રખાયો છે. આ જહાજ ઉપર 5000 નાવીકોનું દળ છે. કોરોના વાઈરસથી અમેરિકાને ભારે નુકસાન થયું છે. તેને પહોંચી વળવા માટે અમેરિકન સેનેટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ પાસ કર્યું છે.

Share Now