
તાલિબાને હુમલા અંગે કહ્યું- અમારા કોઈ લેવાદેવા નથી
એજન્સી, કાબુલ
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં આતંકવાદીઓએ બુધવારે એક ગુરુદ્વારાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. ફિદાયીન હુમલો સવારે 7.30 કલાકે થયો હતો. જ્યારે હુમલો થયો ત્યારે હજારો શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે એકત્ર થયા હતા. બ્લાસ્ટમાં 11 શ્રદ્ધાળુઓના મોત થયા છે અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
અફઘાનિસ્તાનમાં લગભગ 300 શિખ પરિવાર વસવાટ કરે છે. કાયદાવિદ નરેન્દ્ર સિંહ ખાલસાએ જણાવ્યું કે, તેમને ગુરુદ્વારાથી ફોન આવ્યો હતો. ફોન કરનારા વ્યક્તિએ જણાવ્યું કે, ગુરુદ્વારામાં 150થી વધારે લોકો હાજર છે. ચાર લોકોના મોત થઈ ગયા છે. ત્યાંજ આતંકવાદી સંગઠન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ટ્વીટ કર્યું છે કે, આ હુમલાથી અમારા કોઈ લેવાદેવા નથી અમે કોઈ હુમલો કર્યો નથી
અગાઉ 2018મા રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરવા જઈ રહેલા હિન્દુઓ અને શિખોના કાફલા પર આત્માઘાતી હુમલો થયો હતો. જેમાં 19 શિખ અન હિન્દુઓના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી.