કોરોનાથી ઇટાલીમાં હાહાકાર : ૭,૫૦૩નાં મોત, માત્ર લોમ્બાર્ડીમાં જ વાઈરસ ૩૫૦૦થી વધુને ભરખી ગયો

351

। વોશિંગ્ટન / નવી દિલ્હી / રોમ / લંડન ।

કોરોના વાઈરસે વિશ્વનાં ૧૯૫ દેશોમાંથી ૧૯૪ દેશમાં પગપેસારો કર્યો છે. આખા વિશ્વમાં કોરોનાને કારણે ૨૦,૪૯૪ લોકોનાં મોત થયા છે તો બીજી તરફ ૪,૫૨,૧૫૭ લોકોને તેનું સંક્રમણ થયું છે. જો કે ૧,૧૧, ૯૪૨ લોકો સાજા પણ થયા છે. વિશ્વનાં ૧૦ દેશોમાં કરફ્યૂ અને ૩૫ દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. બ્રિટનમાં ૪૩૩ લોકોનાં મોત થયા છે જ્યારે ૮૨૨૭થી વધુ લોકોને સંક્રમણ થયું છે. મહત્ત્વની વાત એ છે કે, કોરોનાથી મોતને મુદ્દે સ્પેન અને ઈટાલીનું લોમ્બાર્ડી સૌથી આગળ નીકળી ગયા છે. તેમને ચીનને પાછળ છોડી દીધું છે. ચીનમાં અત્યાર સુધીમાં ૩,૨૮૧ લોકોનાં કુલ મોત થયા છે તેમાંથી ૨,૫૦૦ મોત વુહાનમાં થયા છે. સ્પેનમાં ગત ૨૪ કલાકમાં ૪૪૩નાં મોત થયા છે જેને પગલે કુલ મૃતાંક ૩,૪૩૪ પહોંચી ગયો છે. બીજી તરફ ઈટાલીમાં એક જ દિવસમાં ૬૮૩થી વધુનાં મોત થયા છે. કોરોનાને કારણે દુનિયામાં સૌથી વધુ ૭,૫૦૩ લોકોનાં મોત થયા છે. ઈટાલીમાં થયા છે અને હજી ૩,૫૦૦ લોકો ક્રિટિકલ છે. ઈટાલીના લોમ્બાર્ડીમાં જ ૩,૫૦૦થી વધુ લોકોનાં મોત થયા છે.

કોરોનાથી ૧૦ દેશોમાં કરફ્યૂ : ૩૫ દેશોમાં લોકડાઉન

કોરોનાથી ૧૦ દેશોમાં કરફ્યુ લગાવાયો છે જ્યારે ૩૫ દેશોમાં લોકડાઉન અમલમાં મુકાયું છે. કરફ્યુવાળા દેશોની વસ્તી ૧૧.૭ કરોડ છે. જ્યાં કરફ્યૂ લગાવાયો છે તેમાં બુર્કિના ફાસો, ચિલી, ફિલિપાઈન્સ, ર્સિબયા, મોરિટીનિયા, સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. ઈરાન અને બ્રિટનમાં લોકોને ઘરની બહાર નહીં નીકળવા ફરમાન કરાયું છે. કેટલાક દેશનાં થોડા શહેરો જ લોકડાઉન કરાયા છે તેની વસ્તી ૧ કરોડ છે.

વિશ્વનાં ૨૩૦ કરોડથી વધુ લોકો ઘરમાં કેદ

વિશ્વનાં ૩૫થી વધુ દેશોએ લોકડાઉન કર્યું છે જેમાં ૨૩૦ કરોડથી વધુ લોકો તેમનાં ઘરમાં કેદ થઈ ગયા છે. એકલા ભારતનાં જ ૧૩૦ કરોડ લોકોનો તેમાં સમાવેશ થાય છે. ભારત સરકારે ૧૪ એપ્રિલ સુધી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. જે ૩૫ દેશમાં લોકડાઉન છે ત્યાંની વસ્તી ૧૯૫. ૯૦ કરોડની છે. ભારત ઉપરાંત ફ્રાન્સ, ઈટાલી, આર્જેન્ટિના, ઈરાક, ગ્રીસ, રવાન્ડા, અમેરિકાનાં કેલિર્ફોિનયાનો સમાવેશ થાય છે. પાંચ દેશનાં ૨૨.૮ કરોડ લોકોને ઘરમાં જ રહેવા ફરમાન કરાયું છે.

ન્યૂ યોર્કમાં સ્થિતિ ગંભીર : યુએસ સેનેટ ૨ લાખ કરોડ ડોલરનું પેકેજ મંજૂર કર્યું

અમેરિકામાં ન્યૂ યોર્કમાં સ્થિતિ ગંભીર બની છે. ન્યૂયોર્કમાં મંગળવારે જ વધુ ૫૩નાં મોત થયા છે અને કુલ મૃત્યુઆંક ૨૧૦ થયો છે. અમેરિકામાં કુલ મૃતાંક ૮૦૮ થઈ ગયો છે. યુએસમાં ૪ માર્ચ પછી સંક્રમણનાં દરરોજ ૨૩ ટકા નવા કેસ આવે છે. ૧૮ અને ૧૯ માર્ચ સુધીમાં ૫૧ ટકા વધારો થયો છે. WHOનાં જણાવ્યા મુજબ ઈટાલી પછી અમેરિકા કોરોનાનું એપી સેન્ટર બની શકે છે. યુએસનાં જહાજ થીયોડોર રૂઝવેલ્ટ પર ૩ સૈનિકો કોરોના પોઝિટિવ જણાતા ચિંતા વધી છે. અમેરિકાની સેનેટ ૨ લાખ કરોડ ડોલરનું પેકેજ મંજૂર કર્યું છે. જેમાં ૧૨૦૦ ડોલર દરેક પુખ્તને અને ૫૦૦ ડોલર દરેક બાળકને સહાય પેટે અપાશે.

ન્યૂઝીલેન્ડમાં બુધવાર રાતથી ઈમરજન્સી

ન્યૂઝીલેન્ડમાં પીએમ જેસિન્ડા અર્ડેને બુધવાર રાતથી આખા દેશમાં ૪ અઠવાડિયા રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરી છે. સંક્રમણનો આંક ૨૦૫ થયો છે અને બુધવારે નવા ૫૦ કેસ બહાર આવ્યા છે. દેશમાં બીજી વખત ઈમરજન્સી લગાવાઈ છે. અગાઉ ભૂકંપને કારણે ૨૦૧૧માં ઈમરજન્સી લગાવાઈ હતી.

ચીનમાં સેલ્ફ ક્વોરન્ટાઈનનો ભંગ કરનારને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવશે

ઈટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮૩નાં મોત થયા છે. કુલ ૭૫૦૩ લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે ૭૪,૩૮૬ લોકોને સંક્રમણ થયું છે. અહીં દર ત્રીજા દિવસે મૃત્યુઆંક બમણો થાય છે. સ્થિતિમાં સુધારો થતા સરકારે ૩ એપ્રિલથી લોકડાઉન ખતમ કરવા નિર્ણય લીધો છે. જે લોકો સેલ્ફ ક્વોરેન્ટાઈનનું પાલન ન કરે તેને ૫ વર્ષ જેલની સજા કરાશે. આ ઉપરાંત ૪૦૦થી ૩૦૦૦ યુરો એટલે કે રૂ. ૩૩૦૦૦ થી ૨,૪૭,૦૦૦ જેટલો દંડ કરાશે.

ઈરાનમાં એક જ દિવસમાં ૧૪૩નાં મોત : દક્ષિણ કોરિયામાં કુલ ૧૨૬નાં મોત
ઈરાનમાં એક જ દિવસમાં ૧૪૩નાં મોત થયા છે. કુલ ૨૦૭૭ લોકોનો ભોગ લેવાયો છે. ૨૭૦૧૭ લોકોને સંક્રમણ થયું છે.
ફ્રાન્સમાં એક જ દિવસમાં ૨૪૦ લોકોનાં મોત થયા છે. કુલ ૧૧૦૦નો ભોગ લેવાયો છે. ૨૨૩૦૪ લોકોને ચેપ લાગ્યો છે.
દક્ષિણ કોરિયા : કુલ ૧૨૬નાં મોત થયા છે. કુલ ૯૧૩૭ લોકો સંક્રમિત છે.
થાઈલેન્ડ : ૧૦૭ નવા કેસ બહાર આવ્યા છે જ્યારે ૯૩૪ લોકોને સંક્રમણ થયું છે.

Share Now