કવિ પ્રદીપજીએ 60 વર્ષ પહેલાં લખેલાં ગીતમાં આજની કોરોનાની સ્થિતિનો પડઘો

502

– સોશિયલ મિડીયામાં વાયરલ થયેલું ગીત, કૈસા યે ખતરે કા પહર હૈ

મુંબઈ, તા. 26 માર્ચ 2020 ગુરૂવાર

અય મેરે વતન કે લોગો… ગીતના સર્જક કવિ પ્રદીપજીએ લગભગ ૬૦ વર્ષ પહેલાં ગીત લખ્યું હતું અને પોતે જ ગાયું હતું, જેના શબ્દો હતાં કૈસા યે પહર ખતરો કા પહર હૈ, આજ હવાઓ મેં ભી કહર હૈ. આજે કોરોના વાઈરસના ઉપદ્રવમાં જે પરિસ્થિતિ છે, તેનો જાણે પડઘો આ ગીતમાં ઝીલાયો છે. એટલે જ સોશિયલ મિડિયામાં આ ગીત વધુમાં વધુ વાયરલ બન્યું છે, એટલું જ નહીં ન્યુઝ ચેનલો પણ આ ગીત દાખવવા માંડી છે.

સ્વર્ગસ્થ કવિ-ગીતકાર પ્રદીપજીના પુત્રી અને ચિત્રકાર મીતુલ પ્રદીપજીને જ્યારે આ ગીત વિશે પૂછયું ત્યારે તેમણે કહ્યું હતું કે, બાપુજી (પ્રદીપજી) એ દેશના ભાગલા વખતે થયેલી ખૂનામરકી અને ત્યારપછીના કોમી રમખાણમાંથી વ્યથિત થઈ આ ગીત રહ્યું હતું. પરંતુ આજે આ ગીતના શબ્દો જાણે કોરોનાની સ્થિતિને બખૂબી રીતે શબ્દશઃ પ્રગય કરતાં જણાય છે. બાપુજી એક ડબ્બા પર તાલ આપી આ ગીત ગાતાં. આજે કોરોનાના ઉપદ્રવ વખતે આ ગીત વાયરલ થયું છે, ત્યારે ચાહકોના ફોન પર ફોન આવે છે. ઘણાં તો ગીતની પંક્તિઓ પણ સંભળાવે છે.

કૈસા યે ખતરે કા પહર હૈ

આજ હવાઓ મેં ભી ઝહર હૈ

કહીં ભી દેખો બાત યહીં હૈ

હાય ભયાનક રાત યહી હૈ

મોત કે સાયે મેં હર ઘર હૈ

કબ ક્યા હોગા કિસે ખબર હૈ.

Share Now