– ઓન લાઈન ગુજરાતની પહેલી સ્થાયી સમિતિની બેઠક મળશે
– સ્થાયી સમિતિના ખંડમાં અધ્યક્ષ અને કમિશનર જ્યારે સભ્યો ઘર બેઠા વીડિયો કોન્ફરન્સથી જોડાશે
સુરત, તા. 26 માર્ચ 2020 ગુરૂવાર
સુરત સહિત ગુજરાતમાં કોરાની સ્થિતિને કારણે લોક ડાઉન છે તેના કારણે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક વિડિયો કોન્ફરન્સ દ્વારા થશે. વિડીયો કોન્ફરન્સની મદદથી સ્થાયી સમિતિની બેઠક કરનાર સુરત મહાનગરપાલિકા ગુજરાતની પહેલી મહાનગરપાલિકા બનશે.
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અઠવાડિયામાં એક વાર મળે છે. આજે ગુરુવાર હોવાથી સ્થાયી સમિતિની બેઠક મળશે પરંતુ આ બેઠક થઈ સમિતિના ખંડમાં નહીં પણ વીડિયો કોન્ફરન્સથી થશે.
સુરત મહાનગર પાલિકા કચેરીમાં સ્થાયી સમિતિના હોલમાં સ્થાયી અધ્યક્ષ અનિલ ગોપલાની અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની હાજર રહેશે. જ્યારે સમિતિના અન્ય સભ્યો પોતપોતાના ઘરેથી મોબાઈલ ઉપર વીડિયો કોલિંગ જોડાશે.
કોરોના ની કારણે લોક ડાઉનમાં લોકોની સાથે સ્થાયી સમિતિના સભ્યો પણ નીકળે તે માટે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ચાર વાગ્યે સુરત મહાનગરપાલિકાના આઈએસડી વિભાગ સાથે સંકલન કરીને સ્થાયી સમિતિની બેઠક થશે.
આવી રીતે વીડિયો કોન્ફરન્સથી પહેલીવાર સ્થાયી સમિતિની મિટિંગ મળી રહી છે. આ માત્ર સુરતમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં સૌથી અગત્યની ગણાતી સ્થાયી સમિતિની બેઠક ઓનલાઈન મળશે