ટ્રમ્પે મારી ગુલાંટ, ચીનના કર્યા વખાણ

261

વોશિંગ્ટન, તા.27 માર્ચ 2020, શુક્રવાર

કોરોનાને અત્યાર સુધી ચીનનો વાયરસ ગણાવનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર અચાનક બદલાઈ ગયા છે. જેની પાછળનુ કારણ ચીનના પ્રમુખ શી જીનપિંગ સાથે તેમની ટેલિફોન પર થયેલી વાતચીત છે.

ટ્રમ્પની ગુલાંટથી દુનિયા પણ આશ્ચર્યમાં પડેલી છે. ટ્રમ્પે આ વાતચીતમાં કોરોના વાયરસ શબ્દોનો જ ઉલ્લેખ કર્યો હતો અને ચીનના રાષ્ટ્રપતિના ભરપૂર વખાણ કર્યા હતા.જીનપિંગ સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે ટવિટ કરીને કહ્યુ હતુ કે, મારી જિનપિંગ સાથે બહુ સારી વાત થઈ છે. અમે એક કબીજા સાથે કોરોના વાયરસ અંગે વાત કરી છે. જેના પર ચીને બહુ કામ કર્યુ છે અને એક બીજાને સમજવાની કોશિશ કરી છે.અમે સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ પહેલા ટ્રમ્પ સતત ચીન વિરોધી વલણ અઆપનાવતા રહ્યા છે. ટ્રમ્પે સતત કોરોનાને ચીની વાયરસ ગણાવતા નિવેદનો કર્યા છે.તેમણે તો એમ પણ કહ્યુ હતુ કે, જો ચીને આ ખતરા અંગે જાણકારી પહેલા આપી હોત તો વિશ્વ તેનો સામનો વધારે સારી રીતે કરી શક્યુ હોત.

ગઈકાલે ટ્રમ્પે નિવેદન કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર પણ ચીનનો પક્ષ લેવા બદલ ઝાટકણી કાઢી હતી.

Share Now