લખનૌ, તા.27 માર્ચ 2020, શુક્રવાર
કોરોનાનો વ્યાપ રોકવા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ અપાયો છે. જરુર પડે તો શંકાસ્પદ કેસમાં આવા લોકોને આઈસોલેશન સેન્ટરમાં પણ રાખવામાં આવે છે.
જોકે આઈસોલેશનમાંથી ફરાર થવાની ઘટનાઓ પણ બનેલી છે.જેમાં હવે એક આઈએએસ ઓફિસર પણ સામેલ છે. આ અધિકારી કેટલાક દિવસ પહેલા લંડનથી કેરાલાના કોલ્લામ ખાતે પાછા ફર્યા હતા. તેમને એ પછી આઈસોલેશનમાં રાખવામાં આવ્યાહ તા.તેમના ડ્રાઈવર, સેક્રેટરી અને સુરક્ષા કર્મીને પણ આઈસોલેશનમાં રહેવાનો આદેશ અપાયો હતો.
જોકે તેમણે પોતે જ તમામ નિયમોને અભરાઈએ ચઢાવી દીધા હતા.બે દિવસમાં તેઓ 21 માર્ચે આઈસોલેશન થી ભાગીને યુપીના કાનપુર જતા રહ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ તેમના સ્વાસ્થયની ચકાસણી કરવા માટે પહોંચ્યા ત્યારે તેઓ રફૂચક્કર હોવાની વિગતો બહાર આવી હતી.
આ જાણકારી સામે આવ્યા બાદ હવે સરકાર દ્વારા તેમની સામે કાર્યવાહી કરાશે. તંત્રનુ કહેવુ છે કે, કોઈ કેપ્ટન પોતાના જહાજને મુકીને ભાગી શકે નહી. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.