ગરીબ દેશોમાં સ્વાસ્થ વ્યવસ્થામાં મોટા રોકાણની જરુર છે
એજન્સી, વોશિંગ્ટન
વિશ્વબેન્કના વક્તા ડેવિડ માલપાસે કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારત જેવા વિકસિત દેશો માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે, આ સંકટ ગરીબ દેશોને પ્રભાવિત કરશે.
માલપાસ કોરોના મહામારી મુદ્દે જી20 બેઠકને સંબોધિત કરી રહ્યા હતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભાગ લીધો હતો. સંબોધન દરમિયાન માલપાસે જણાવ્યુ કે હું ખાસ કરીને ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશોને લઇને ચિંતિત છું, જ્યાં નબળી સ્વાસ્થ વ્યવસ્થાને મોટા પ્રમાણમાં રોકાણની જરુર છે.
બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસ અને તેના આર્થિક પ્રભાવને પહોંચી વળવા માટે દેશવ્યાપી લોકડાઉનને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70લાખ કરોડ રુપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ યોજનામાં દેશના ગરીબ અને મજર વર્ગ તથા જરુરિયાતવાળા લોકોને આવરી લેવામાં આવશે.