નવી દિલ્હી તા.૨૮: કોરોના સંકંટથી નિપટવા માટે વિભીન્ન રાજ્યો માટે પ્રભારી તરીકે નક્કી કરવામાં આવેલ કેન્દ્રિય પ્રધાનોએ પોત-પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.બધા પ્રધાનો પ્રભારવાળા રાજ્યોના કલેકટરના સીધા સંપર્કમાં છે.બધા કલેકટરોને કહેવાઇ ગયુ છે કે તેઓ દરેક ગામ, તાલુકામાં જઇને લોકોની પરિસ્થિતીની માહિતી મેળવો.તેમને જાહેરાત કરે અને લોકડાઉન બરાબર ચલાવે.જ્યારે સરકારી સુત્રો અનુસાર,લોકડાઉનની મુદત્તમાંવધુ વધારો થઇ શકે છે.એક અઠવાડીયામાં સંક્રમણ ધરાવતા દર્દીઓની સંખ્યા જોયા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.રાજ્યો સરકારોની સાથે સાથે કેન્દ્રીય પ્રધાનો પણ સક્રિય થવાથી સરકારી મહેકમો હરકતમાં આવી ગયો છે અને ગામથી માંડીને જીલ્લા મથક સુધી ઝડપભેર કામ શરૂ થઇ ગયુ છે.શરૂઆતના બે દિવસોમાં જ તેના સારા સંકેતો મળ્યા છે.સૌથી વધારે નજર એવા લોકો પર રખાઇ રહી છે જે શહેરોમાંથી ભાગીને ગામડામાં પહોચ્યાં છે.આવા લોકોની ઓળખ કરાઇ રહી છે અને તેમની તપાસ પણ કરાઇ રહી છે,જેથી જો તેમને ચેપ લાગ્યો હોય તો તે ગામડામાં ન ફેલાય પીએમઓએ કેન્દ્રીય પ્રધાનોને કોરોના ફેલાતો રોકવા માટે લેવાયેલ પગલાઓ અગેનો દૈનિક રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે.તેમાં રોગીઓને આઇશોલેશન કરવાની સુવિધા,જીવન જરૂરી ચીજોની ઉપલબ્ધતા અંગેનો રિપોર્ટ આપવાનો છે.કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૭૫ નવા કેસ બહાર આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૭૨૪ થઇ ગઇ છે.કોરોનાથી મરનારાઓની સંખ્યા ૧૭ થઇ છે.