કોરોનાથી કેટલાંક લોકો તો મરશે જ, તેના માટે આપણે ફેકટરી બંધ કરી શકીએ નહીં – બ્રાઝિલના રાષ્ટ્રપતિ

304

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ શુક્રવાર રાતથી દેશમાં વાયરસના લીધે મોતોને લઇ એક ટીવીને ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને માફ કરી દેજો, કેટલાંક લોકો મરશે, તેઓ મરશે. તમે એક કારની ફેકટરીને એટલા માટે બંધ ના કરી શકો કે ટ્રાફિકના કારણે મોતો થઇ રહ્યા છે.

બોલ્સોનારોએ કહ્યું કે બ્રાઝિલના અર્થતંત્રનું પાવરહાઉસ સાઓ પાઉલોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત આ રાજ્યમાં થયા છે. સાઓ પાઉલોમાં 1223 કેસ સામે આવી ચૂકયા છે અને 68 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એ જોવાનું જરૂરી છે કે ત્યાં શું થઇ રહ્યું છે. આ રાજકીય હિતો માટે સંખ્યાનો કોઇ ખેલ નથી.

આની પહેલાં સાઓ પાઉલોના ગવર્નર જેઆઓ ડોરિયાને બોલેસનારો પર ટીવી જાહેરાતો દ્વારા પ્રતિબંધોની ટીકા કરતાં ખોટી માહિતી પ્રસાર કરવાનો આરોપ મૂકયો.

આ સિવાય બોલ્સોનારોએ સાઓ પાઉલોમાં કોરોના વાયરસના પ્રકોપથી થયેલા મોતના આંકડા પર શંકા વ્યકત કરી. તેમણે રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવેલા દાવાને પૂરાવા વગર રાજકીય સ્વાર્થ માટે સંખ્યામાં હેરાફેરી કરવાનો આરોપ મૂકયો. બોલ્સોનારોનો આ આરોપ એવા સમય પર સામે આવ્યો છે જયારે તેમના અને ગવર્નરની વચ્ચે લડાઇ ચાલી રહી છે.

ડોરિયાને પહેલાં બોલ્સોનારોની સાથે હતા અને ઘણા બધા નિષ્ણાતો તેમને 2022ના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર માને છે. ગવર્નરે રાષ્ટ્રપતિના દ્રષ્ટિકોણ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સામાજિક દૂરીના ઉપાયોની પ્રાથમિકતા પર ઉઠાવામાં આવેલા પ્રશ્નોની જગ્યાએ અર્થતંત્રની રક્ષા કરી રહ્યા છે.

Share Now