વહીવટી તંત્રને આ લોકોને આશ્રયસ્થાન અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરવા અરજી કરાઈ
નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાંથી મજૂરોનું સ્થળાંતર ચિંતાનું કારણ બની ગયું છે.મજૂરો પગપાળા જ પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.જેમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ વહીવટી તંત્રને આ લોકોને આશ્રયસ્થાન અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કરે.લોકડાઉનનો અકિલા આજે ચોથો દિવસ છે.લોકડાઉન દરમિયાન સૌથી વધુ સમસ્યા મજૂરોની વધી છે.દરરોજ કમાય અને ખાતા આ મજૂરોની સામે સૌથી મોટી સમસ્યા રોજગાર છે. તેમની પાસે હાલ કોઈ કામ નથી.આવી સ્થિતિમાં તે વતન પરત ફરવા પગપાળા જે તે રાજ્યોમાંથી સ્થળાંતર કરવા લાગ્યા છે.