નવી દિલ્હી: યુપીના બરેલીમાં રહેતી તમન્ના ખાનને બે દિવસ પહેલા જ લેબર પેન સ્ટાર્ટ થયું અને તેના પતિ અનીસ નોઈડામાં લોકડાઉનમાં ફસાયેલા હતાં.તમન્નાએ બરેલીના એસએસપી અને નોઈડા ડીસીપી પાસે વીડિયો દ્વારા મદદ માંગી.આ વીડિયોને જોઈને ડીસીપી રણવિજય સિંહે એક કાર હાયર કરીને કર્ફ્યૂ પાસ આપી તેને બરેલી મોકલી આપી.બરેલીના ઈજ્જતનગરની રહીશ તમન્ના અલી ખાન કહે છે કે હું મારા જીવનમાં પોલીસનો આ અહેસાન ક્યારે પણ ભૂલી શકીશ નહીં.બે દિવસ પહેલા તમન્ના જેટલી દુખી અને હતી આજે એટલી જ તે ખુશ છે. તેણે કહ્યું કે બરેલી અને નોઈડા પોલીસની મદદથી મારા પતિ અને મારી પાસે છે અને પુત્ર મારી ગોદમાં છે.તમન્ના ખાનનું કહેવું છે કે અહેસાન ઉતારી શકાય નહીં કે ભૂલી શકાય નહીં પરંતુ તેનાથી ઘણું શીખી શકાય છે અને ઘણું બધુ શીખવાડી શકાય છે.આથી મે મારા પુત્રનું નામ નોઈડાના ડીએસપી રણવિજયના નામ પર રાખ્યું છે.હું મારા પુત્રને રણવિજયસર જેવો બનાવવા માંગુ છું અને તેમને તથા તેમના અહેસાનને હંમેશા યાદ રાખવા માંગુ છું.તમન્નાએ કહ્યું કે આ ઘટનાથી એ સાબિત થાય છે કે લોકો હજુ પણ હિન્દુ મુસ્લિમની સોચથી આગળ જઈને વિચારે છે.તે જણાવે છે કે જે જે લોકોએ તેની મદદ કરી તે બધા હિન્દુ હતાં.બધાએ પોતાના સ્તરે વધુમાં વધુ પ્રયત્નો કર્યાં જેના કારણે આજે તે અને તેનો પુત્ર સ્વસ્થ છે અને જીવિત છે.પોલીસ અધિકારીઓની આવી મદદથી જનતામાં તેમની છબી મસિહા જેવી બની જાય છે.આવા સંકટ સમયે જ્યારે માનવતા પર જોખમ તોળાતું હોય ત્યારે આવા પ્રયાસ ખુબ દુર્લભ કહી શકાય જેનાથી લોકોનો ઉદ્ધાર થાય છે.