કોરોનાનો ડંખ ગુજરાતને ૪૦૦૦ કરોડમાં પડશે :સરકારની આવકમાં જંગી ગાબડુ

493

GST કલેકશન – સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ઘટ

નવી દિલ્હી તા. ૨૮ : કોવિડ ૧૯ને ફેલાતો અટકાવવા માટે લેવાયેલા લોકડાઉનના નિર્ણયના કારણે રાજય સરકારની તિજોરીને ૩ હજારથી ૪ હજાર કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે,તેમ શુક્રવારે સરકારના સૂત્રોએ જણાવ્યું.મેન્યુફેકચરિંગથી લઈને સર્વિસ સેકટર સંપૂર્ણ રીતે શટડાઉન છે,આ સિવાય ઈલેકિટ્રસિટી ડ્યૂટીની આવકમાં પણ ઘટાડો થયો છે,તેમ સૂત્રોએ જણાવ્યું.’નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી માર્ચમાં રેવન્યૂ કલેકશન વધે છે. પરંતુ આ વખતે GST કલેકશનમાં તીવ્ર ઘટાડો થશે તેવી શકયતા છે.શટડાઉનના કારણે રિયલ એસ્ટેટ તેમજ અન્ય સેકટર અકીલા બંધ હોવાથી સ્ટેમ્પ ડ્યૂટી તેમજ રજિસ્ટ્રેશન ફીની આવક પણ ઘટી છે,’ તેમ સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું.તેમણે કહ્યું કે,સરકારને વ્હીકલના વેચાણથી થતી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.બધું મળીને સરકારને ૩ હજારથી ૪ હજાર કરોડનું નુકસાન થઈ શકે છે,તેમ તેમણે કહ્યું. અધિકારીએ કહ્યું કે,સરકાર તરફથી મળતી સહાયમાં ઘટાડો થવાની શકયતાને નકારી શકાય નહીં,કારણ કે કેન્દ્ર સરકારને પણ આવકમાં સમાન ઘટાડાનો સામનો કરવો પડશે.’લોકડાઉન ખતમ થયા બાદ જ આ બાબતો સ્પષ્ટ થશે,’તેમ અધિકારીએ કહ્યું.સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોકડાઉનની અસર લોકડાઉનના સમયગાળા પછીના ૮ મહિના સુધી દેખાઈ શકે છે,તેથી થોડા સમય માટે રાજય સરકારની આવકને ફટકો પડશે.’રાજયના આયોજિત ખર્ચને ભંડોળ આપવા માટે રાજય સરકારે વધું નાણાનું ઋણ લેવું પડી શકે છે કારણ કે બજેટની ફાળવણીની જાહેરાત થઈ ચૂકી છે, તેમ અધિકારીએ જણાવ્યું.

Share Now