મહારાષ્ટ્ર : સાંગલીમાં એક જ પરિવારના 20 લોકો કોરોના પોઝિટિવ

566

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપી પ્રસરી રહ્યું છે. રાજ્યના સાંગલીમાં એક જ પરિવારના 20 લોકો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પરિવારના 4 લોકો હજયાત્રાથી પરત ફર્યા હતા. આ પરિવારના ઘર પર કામ કરનારા ત્રણ નોકરો પણ કોરોના પોઝિટિવ છે. જાણકારી અનુસાર આ ચાર લોકો લગ્નમાં પણ ગયા હતાં. આ ચાર લોકો જ્યાં-જ્યાં ગયા હતા ત્યાંના લોકોને ક્વોરાંટાઇન કરી તેમની તપાસ કરવામાં આવી રહી છે. આથી વધુ લોકોના સંક્રમિત થવાનો ખતરો વધી ગયો છે. સાંગલીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 23 દર્દી થઇ ગયા છે. આ પહેલા શુક્રવારે સાંગલીમાં 10થી વધુ મામલા સામે આવ્યા હતાં.

શનિવારે મહારાષ્ટ્રમાં કુલ 6 નવા મામલા નોંધાયા જેના પછી રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 159 થઇ ગઇ. ત્યાં જ ગુજરાતમાં 6 નવા મામલા સામે આવ્યા છે જેથી ત્યાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 56 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 873 થઇ ગઇ છે. જ્યારે કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે લોકો સ્વસ્થ થઇ હોસ્પિટલથી ઘર પહોંચી ગયા છે.

સાંગલીના જિલ્લા અધિકારી ડૉ. અભિજીતે જણાવ્યું કે, આ પરિવાર સાથે જ સંકળાયેલા 47 લોકોની પહેલાથી જ ઓળખ કરી તેમને ક્વોરોંટાઇનમાં મોકલી દેવામાં આવ્યા છે. સંક્રમિત લોકોની સારવાર ચાલૂ કરી દેવામાં આવી છે.

Share Now