સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોનાને કારણે મોત

270

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની કોરોનાના સંક્રમણથી સાજી થઈ
એજન્સી, પેરિસ

દુનિયાના તમામ 195 દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા0 છે. રવિવાર સવાર સુધી કોરોના વાયરસના 6,63,541 સંક્રમિત કેસો સામે આવ્યા છે. ત્યાંજ 30,873 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત 1,53,175 સ્વસ્થ પણ થઈ ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ગ્રેગોયર પણ સ્વસ્થ થઈ ગયા છે. શનિવારે આની જાણકારી આપવામાં આવી હતી. સ્પેનની રાજુકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસને કારણે મોત થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે. 86 વર્ષીય મારિયા ટેરેસાનું 26મી માર્ચે મોત થઈ ગયું હતું. તેમના ભાઈ અને ડ્યૂક ઓફ અરેંજ્યુજ સિક્સટો એનરિક ડી બોરબોને ફેસબુક પર આ જાણકારી આપી હતી. દુનિયાભરમાં કોઈપણ શાહી પરિવારના સભ્યનું કોરોના વાયરસથી આ પ્રથમ મોત છે. રાજકુમારી મારિયા પરિવારની કૈડેટ શાખા, બોર્ન-પરમા ઘરની સભ્ય હતી.

ઉલ્લેખીય છે કે લંડનના શાહી પરિવારના રાજા પ્રિન્સ ચાર્લ્સને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ આવ્યા છે. પ્રિન્સ ચાર્લ્સેની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન તેમજ આરોગ્ય પ્રધાનને પણ કોરોના સંક્રમણ થયું છે.

અમેરિકામાં સંક્રમિત સંખ્યાની એક લાક 23 હજારને પાર થઈ ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાને કારણે 2,221 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાંથી સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ન્યૂયોર્કમાં 53,000થી વધુ કેસ નોંધાયા છે જ્યારે 782 લોકોના મોત થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વોરાન્ટાઈન કરવામાં આવશે નહીં.

યુરોપમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલી છે. શનિવારે અહિંયા 889 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 10,000થી વધુ લોકોના મોત થયા છે અને 92,472 લોકો સક્રમિત થયા છે. ઈટાલીની સરકારે 9 માર્ચથી 3 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. ઈટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કાંટે લોકડાઉનની સમયમર્યાદા વધારી શકે છે.

Share Now