આલ્ફાબેટ કંપનીએ ૮૦ કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી

294

કોરોનાનો સામનો કરવામાં મદદરૃપ થવા સુંદર પિચાઇની જાહેરાત
માસ્ક અને વેન્ટિલેટર સહિતના મેડિકલ ઉપકરણોનું ઉત્પાદન વધારવા માટે પણ મદદ કરશે

વોશિંગ્ટન, તા. ૨૮

કોરોના મહામારીનો સામનો કરવા માટે ગૂગલની પિતૃક કંપની આલ્ફાબેટે ૮૦ કરોડ ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંગેની જાહેરાત સીઇઓ સુંદર પિચાઇ દ્વારા કરવામાં આવી છે.

આલ્ફાબેટ કંપની મેજિડ ગ્લોવ એન્ડ સેફ્ટી નામની કંપની સાથે મળીને ૨૦ થી ૩૦ લાખ ફેસ માસ્કનું ઉત્પાદન કરવા માટે કાર્ય કરી રહી છે.

આ ઉપરાંત આલ્ફાબેટ કોરોનાના દર્દીઓ માટે જરૃરી લાઇફસેવિંગ મેડિકલ ઉપકરણો અને પર્સનલ પ્રોટેક્ટિવ ઉપકરણોના ઉત્પાદનમાં પણ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરની અગ્રણી કંપનીઓ કોરોના સામેની લડતમાં પોતપોતાની રીતે સહકાર અને મદદ કરી રહી છે.

કોરોના સામેની લડતમાં ફેસ માસ્ક અને વેન્ટિલેટરની અછત સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ગૂગલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ૨૫ કરોડ ડોલરની એડ ગ્રાન્ટ અને સ્મોેલ એન્ડ મીડિયમ બિઝનેસને ૩૪ કરોડ ડોલરની એડ ક્રેડિટ આપશે.

Share Now