વિચાર્યા વગર લોકડાઉન ક્રૂરતા : અસદુદ્દીન ઓવૈસી

291

એજન્સી, હૈદરાબાદ

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન છે પરંતુ આ દરમિયાન દિલ્હી અને આજુ-બાજુના શહેરોમાંથી મોટી સંખ્યામાં મજૂરો હિજરત કરી રહ્યા છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે નરેન્દ્ર મોદી સરકાર સહિત રાજ્ય સરકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, વિચાર્યા વગર લોકડાઉન ક્રૂરતા છે.

પ્રવાસીઓની હિજરત અંગે રાજ્ય સરકારો પર હુમલો કરતા જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારની સરકાર ફસાંયેલા પ્રવાસીઓ માટે કંઈપણ કરી રહી નથી. ભારતના બહુસંખ્યક વર્ગ વિશે વિચાર્યા વગર લોકડાઉન કરવું એ ક્રૂરતા છે.

તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાંથી મજૂરોને બસોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે. ત્યાં તેલંગાણામાં તેમની પાસે કોઈ બેંક એકાઉન્ટ, કોઈ રેશન કાર્ડ અને કોઈ સુરક્ષા નથી. જો યુપી પોતાના પ્રવાસીઓને પરત લાવી શકે છે અને શું તેલંગાણા કેમ આવું કરી શકતું નથી? તેમણે સવાલ કર્યો કે આ કેવું લોકડાઉન છે જ્યાં પ્રવાસીઓને યાત્રા કરવાની મંજૂરી છે.

Share Now