નવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના 80 શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા ખળભળાટ વ્યાપ્યો છે.
આ દર્દીઓને લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આ પહેલા તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં જગ્યાના અભાવે તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે.
આ તમામ લોકો એક મહિના પહેલા મસ્જિદમાં ધાર્મિક કાર્યક્રમ માટે ગયા હતા. આ કાર્યક્રમમાં સામેલ છ લોકોને અગાઉ કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયા બાદ બીજા 200 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા હતા. બીજા 1000 લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જેમને ક્વોરેન્ટિન કરાયા છે તેમાંથી 99 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.
દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 72 થઈ ચુકી છે