– ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે
– ગાઝિયાબાદમાં મજૂરોને લાવવા લઇ જવા માટે 1500 બસો દોડાવાઇ, હેલ્થ ચેકઅપના પણ આદેશ
– પરત ફરી રહેલા મજૂરોને ગામમાં પ્રવેશવા નથી દેવાતા, તંત્ર દોડતું થયું
નવી દિલ્હી,તા.29 માર્ચ 2020, રવિવાર
દિલ્હી અને મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ મજૂરો અટવાયા છે, તેઓ પગપાળા જ ચાલવા લાગ્યા છે જ્યારે બસોની કોઇ જ સુવિધા ન હોવાથી બસ સ્ટેશનોએ ટોળા વળી રહ્યા છે, આવી જ પરિસ્થિતિ કેરળમાં છે કે જ્યાં રવિવારે હજારો લોકો એકઠા થયા હતા.
જૂરો ધરણા પર બેસી ગયા હતા અને સરકારને વ્યવસ્થા કરવા માટે રજુઆત કરી હતી. આ મજૂરોમાં કોઇ અન્ય રાજ્યોના હતા તો કેટલાક કેરળમાં અન્ય શહેરોમાં જવા માટે પણ એકઠા થયા હતા. જોકે સરકારે આ મજૂરોને ખાતરી આપી હતી કે તેમને જ્યાં છે ત્યાં જ પુરતી સુવિધા આપવામાં આવશે અને કોઇ મજૂરે જવાની જરુર નથી.
એક સાથે હજારો મજૂરો રસ્તા પર આવી જતા તંત્ર પણ દોડતુ થઇ ગયું હતું અને તેમને પુરતી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે જ કેરળ સરકારે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. બીજી તરફ જે મજૂરો હાલ જ્યાં કામ કરી રહ્યા છે તે રાજ્યોને છોડીને પોતાના પરિવાર જે રાજ્યોમાં રહે છે ત્યાં જઇ રહ્યા છે પણ તેમને હાલ મુશ્કેલી એ પડી રહી છે કે ગામના લોકો તેમને પ્રવેશવા નથી દેતા. બિહારમાં આવું જ થઇ રહ્યું છે. બિહારના અનેક મજૂરો ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી પોતાના વતન પરત ફર્યા છે પણ હવે ગામના લોકો તેમને પ્રવેશ આપવાની ના પાડી રહ્યા છે. મજૂરોના ટોળા ભેગા થતા ગાઝિયાબાદ પ્રશાસને ૧૫૦૦ બસો દોડાવી હતી. જોકે આ મજૂરોનું મેડિકલ ચેકઅપ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.