રાજકોટમાં કોરોનાના 16 શંકાસ્પદ કેસો નોંધાતા હાહાકાર

435

મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસના બે કેસમાં વધારો થયો છે તેની સાથે જ હવે કુલ કેસ 73 થયા છે. અમદાવાદમાં 55 વર્ષના એક પુરુષ દર્દી પોઝિટીવ આવ્યો છે, તો અન્ય એક મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યો છે. 32 વર્ષના મહિલા ગાંધીનગરના છે. તો બીજી તરફ, પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 18078 લોકો સેલ્ફ કોરોન્ટાઈનમાં અને 741 સરકારી કોરોન્ટાઈન કુલ 19000 લોકો છે. આ માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમં આપી છે.

હવે જો રંગીલા રાજકોટમાં કોરોનાના દર્દીઓની વાત કરવામાં આવે તો આજે 31 માર્ચે કોરોના વાઇરસના 16 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના લોહીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 4, રૂરલના 2 અને બીજા અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ઓવરઓલ વાત કરીએ તો, ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એક મહિલાનું મોત નીપજતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે અને રાજ્યનો કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે હાલ લોકોમાં એક પ્રકારે ડર છવાયો છે. ગુજરાતના જાહેર રસ્તાઓ પરની અવરજવર પણ નહીંવત બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં બેરીકેટ દ્વારા માર્ગો બંધ કરી દઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

કોરોનાના વધી રહેલા કેસને પગલે પોલીસે શહેરના ભીલવાડા, રાણીકા, ઘોઘા રોડ અને વડવા વિસ્તારમાં બેરીકેટ નાખી આ વિસ્તારના લોકોને બહાર જવા પર અંકુશ મૂકી દીધો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી પણ હાથ ધરી છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં સન્નાટો પ્રસરી જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

Share Now