દિલ્હી : નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમથી ૧૪૦૦ લોકો સંકટમાં : FIRના આદેશ

285

નવી દિલ્હી તા. ૩૧ : દિલ્હીમાં કોરોના સંદિગ્ધો પર સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે.સરકાર નિઝામુદ્દીન વિસ્તારમાં ભેગા થયેલા તમાં ૧૪૦૦ લોકોને કોરોના તપાસ માટે હોસ્પિટલ મોકલી રહી છે.જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગી જમાત પર FIR દાખલ કરવાના આદેશ આપ્યા છે. તેના પર લોકડાઉન અકિલા દરમિયાન કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.તમામ ૧૪૦૦ કોરોના સંદિગ્ધોને હોસ્પિટલ લઈ જવા માટે સરકારે ૧૦૦ બસોની વ્યવસ્થા કરી.કહેવાય છે કે આ ૧૪૦૦ લોકોમાંથી ૩૦૦થી વધુ લોકો વિદેશી નાગરિક છે જે સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, દુબઈ, ઉઝબેકિસ્તાન અને મલેશિયા જેવા દેશથી આવ્યાં છે.નોંધનીય છે કે દિલ્હી સરકારે લોકડાઉનના કારણે કાર્યક્રમને સ્થગિત કરવા માટે બે નોટિસો પણ ફટકારી હતી પરંતુ આમ છતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું.ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કેજરીવાલની કાર્યવાહીની સમર્થન કરતા કહ્યું કે આ લોકો નિઝામુદ્દીનમાં શું વિચારી રહ્યાં હતાં? સમગ્ર દેશમાં લોકડાઉન શું એ મજાક છે? આપણામાંથી કોઈ એકની ભૂલ મોટી સમસ્યાને નોંતરી શકે છે.દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત તબ્લીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકોમાંથી ૬ લોકોના મોત થયા છે.મોતને ભેટનારા તેલંગણાના છે.આ કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પાછા ફરેલા લોકોમાં સૌથી પહેલા તેલંગણાના ૬ લોકોના મોતના અહેવાલ આવ્યા બાદથી સરકારમાં હડકંપ મચ્યો છે.૨૦૦૦થી વધુ લોકો સંક્રમતિ હોવાની આશંકાકાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોમાં કોરોનાના સંક્રમણની આશંકાથી હડકંપ મચ્યો છે.કોરોના સંક્રમિત હોવાની સંભાવના બાદ અહીં હાજર ૧૬૩ લોકોને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરાયા.સરકારે આ વિસ્તારમાં રહેનારા લોકોને પણ દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તપાસ માટે દાખલ કરાયા છે.સોમવારે દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ ૨૫ સામે આવ્યાં હતાં.જેમાંથી ૧૯નો સંબંધ આ કાર્યક્રમ સાથે હતો.

Share Now