ચીનમાં બે મહિનાના લોકડાઉન પછી સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન શરૃ

334

કોરોનાના એપિસેન્ટર હુબેઇમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે
ચીને રિવર્સ રેપો રેટમાં ૦.૨૦ ટકાના ઘટાડો કર્યો ઃ મોેટી કંપનીઓના ૮૯ ટકા કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા

બેઇજિંગ,

કોરોના વાઇરસથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં લાગી ગયું છે. ચીને લોન રિવર્સ રેપો રેટ(આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત કોરોનાને કારણે થયેલા મોટા નુકસાનની ભરપાઇ માટે સંપૂર્ણ ક્ષમતા સાથે મેન્યુફેકચરિંગ શરૃ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને પગલે વિશ્વના બીજા સૌૈથી મોટા અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓ બે મહિના સુધી બંધ રહી હતી.

રિવર્સ રેપો રેટ એ દર છે જે દરે મધ્યસ્થ બેંક કોમર્શિયલ બેંક પાસેથી સિક્યુરિટીઝ ખરીદે છે. જેમાં ભવિષ્યમાં આ સિક્યુરિટીઝને વેચવાની પણ જોગવાઇ હોય છે.

ચીનના મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી અન્ડ ઇન્ફરમેશન ટેકનોલોજી(એમઆઇઆઇટી)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે મેન્યુફેકચરિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે ચીને મેન્યુફેકચરિંગ શરૃ કરી દીધું છે. દેશની ૯૮.૬ ટકા મોટી મેન્યુફેકચરિંગ કંપનીઓમાં ઉત્પાદન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે.

એમઆઆઇટીના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે બે કરોડ યુઆનની વાર્ષિક આવક ધરાવતી કંપનીઓના ૮૯.૯ ટકા કર્મચારીઓ નોકરી પર પરત આવી ગયા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના એપિસેન્ટર હુબેઇ પ્રાંતમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે.

Share Now