કોરોના વાયરસે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 36 હજાર લોકોની આસપાસ લોકોના મોત નિપજ્યા છે. દુનિયા આખી જુદી જુદી દવાઓ વડે કોરોનાની સારવાર કરી રહી હતી. પરંતુ કોરોનાના સૌથી મોટા શિકાર બનેલા અમેરિકાથી સારા સમાચાર આવી રહ્યાં છે.
અમેરિકાના તબીબોએ કોરના વાયરસને અટકાવવા માટે 2 દવાનું કોમ્બિનેશનલ શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. હવે અમેરિકાની કંપની જ્હૉનસ એન્ડ જ્હૉનસનને કોરોના વાયરસની સંભવિત રસી શોધવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. કંપનીના વૈજ્ઞાનિકોએ રસીની ઓળખ કરી લીધી છે અને વહેલી તકે તેનો પ્રયોગ શરૂ કરવાની કવાયત કરી છે. જોકે આ બાબાત હજી તો માત્ર આશાનું કિરણ છે. પણ કંપનીએ કહ્યું છે કે, તે અમેરિકાની સરકાર સાથે મળી એક અબજ ડૉલરનું સંયુક્ત રોકાણ કરશે અને આ રસીની દિશામાં વધુ જરૂરી સંશોધન કરશે.
અમેરિકાની કંપનીએ કોરોના વાયરસની રસી શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. આ મામલે કંપનીએ કહ્યું હતું કે, અમે સપ્ટેમ્બર મહિનાથી પ્રયોગ શરૂ કરીશું અને આ પ્રયોગ માણસો પર કરવામાં આવશે. તેમજ પ્રાણીઓ પર પણ આ દવાનો પ્રયોગ કરવામાં આવશે. જોકે આ બધી શક્યતાઓ છે પણ કંપનીને આશા છે કે વર્ષ 2021ની શરૂઆતમાં આ રસી સમગ્ર વિશ્વમાં ઇર્મજન્સી ઉપયોગ માટે તૈયાર થઈ જશે.
કંપનીના મુખ્ય વૈજ્ઞાનિક પૉલ સ્ટૉફલ્સે જણાવ્યું હતું કે, અમે સાર્સની રસી શોધવામાં પણ સફળતા મેળવી હતી જેનો અમે જાનવરો પર પ્રયોગ કર્યો હતો. હવે અમને વિશ્વાસ છે કે, અમે કોરોનાની રસી સફળતા પૂર્વક તૈયાર કરવામાં અગ્રેસર રહીશું.
દરમિયાન અમેરિકાના ડૉક્ટરોએ કોરના સામે લડવા માટે બે દવાની ઓળખ કરી લીધી છે જેનો ફ્રાંસમાં સફળતા પૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બંને દવા અગાઉથી જ ઉપલબ્ધ છે અને તેનો જુદી જુદી માંદગીમાં ઉપયોગ થતો હતો. વિશ્વમાં જ્હૉનસન એન્ડ જ્હૉનસન સારી વિશ્વસનીયતા ધરાવે છે. હવે તેના વૈજ્ઞાનિકોનો દાવો સમગ્ર વિશ્વને આશાનું કિરણ સમાન છે. જોકે, આ રસી બજારમાં આવે ત્યાં સુધીમાં કેટલી ખુવારી થશે તે કહેવું મુશ્કેલ છે.