ગુજરાતી મૂળના અમેરિકન કોંગ્રેસના ઉમેદવાર સૂરજ પટેલ કોરોના પોઝિટીવ

330

દસ દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
ન્યૂયોર્કના ૧૨મા જિલ્લામાં કોંગ્રેસની બેઠક માટે પક્ષના ઉમેદવાર સૂરજ પટેલ ઓબામાની પ્રચાર ટીમમાં પણ સામેલ હતા

ન્યૂયોર્ક,

ગુજરાતી મૂળના અમેરિકન કોંગ્રેસના એક ઉમેદવારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂયોર્કના ૧૨મા જિલ્લામાં કોંગ્રેસની બેઠક માટે પક્ષના ઉમેદવાર સૂરજ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

સૂરજ પટેલ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની પ્રચાર ટીમમાં પણ સામેલ હતાં. સૂરજ પટેલે સોમવારે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી હતી કે તેઓ કોરોના પોઝિટીવ છે.

પટેલ ડેમોક્રેટિક પ્રાઇમરીમાં ચાલી રહ્યાં છે. જે ન્યૂયોર્કના ૧૨મા જિલ્લામાં કોંગ્રેસની બેઠક માટે કેરોલિન મેલોનીની જગ્યા લઇ રહ્યાં છે. પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે લગભગ દસ દિવસ પહેલા જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને ત્યારબાદ તેમને ૧૦૨ ડિગ્રી તાવ આવ્યો હતો.

પટેલે નિવેદનમાં જણાવ્યું છે કે હું પારદર્શકતા અને જવાબદારીના હિતમાં જાહેર કર ું છું કે હું કોરોના પોઝિટીવ છું. જો કે તેમણે વધુમાં જણાવ્યું છે કે હું હવે સંપૂર્ણપણે સાજો થઇ ગયો છું. હોસ્પિટલના દિશાનિર્દેશો અનુસાર કેટલાક દિવસ પછી હું કાર્ય શરૃ કરી દઇશ.

Share Now