મરકઝ ખાલી ના કરવાની જીદે ચડેલા મૌલાનાને મનાવવા અમિત શાહે ઘડ્યો હતો પ્લાન..

318

દિલ્હીના નિઝામુદ્દીન નજીક મરકઝને ભીડથી ખાલી કરાવવી ખુબ જ મુશ્કેલ હતી. સરકારના આદેશ અને પોલીસની ચેતવની બાદ પણ જમાત કેટલી હદે પોતાની જીદ પર અડી રહી હતી તેની ગંભીરતા એ વાત પરથી જ સમજાય જાય કે અડધી રાત્રે ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડૉવાલે તેમને મનાવવા જવુ પડ્યું હતું.

મસ્જિદના મૌલાના સાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અગ્રહને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યાં હતાં અને રીતસરના જીદે છડ્યાં હતાં. આખરે ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આગ્રહ કર્યો હતો કે, તે જામતને મસ્જિદ ખાલી કરાવવા માટે મનાવે.એક અહેવાલ પ્રમાણે ગૃહમંત્રીના આગ્રહ પર ડૉભાલ 28-29ની રાત્રે લગભગ 2 વાગ્યે મરકઝ ગયા હતાં. ગૃહમંત્રાલયના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોભાલે મૌલાના સાદને સમઝાવ્યા અને ત્યાં હાજર લોકોનો કોરોના ટેસ્ટ કરવવાની સાથે જ લોકોને ક્વારંટાઈનમાં રાખવાની વાત પણ કરી હતી.

શાહ અને ડોભાલને પહેલાથી જ તબલીગી જમાતને લઈને ઉભી થયેલી સ્થિતિની ગંભીરતા હતી. કારણ કે સુરક્ષા એજન્સીઓએ કરીમનગરમાં ઈન્ડોનેશિયાના 9 કોરોના પીડિત લોકોની ઓળખ કરી લીધી હતી.

Share Now