માર્ચ ૨૦૨૦માં જીએસટી કલેકશન ઘટીને રૂ. ૯૭,૫૯૭ કરોડ

312

લોકડાઉનની અસર જીએસટી કલેકશન પર જોવા મળી

નવી દિલ્હી તા. ૨ : માર્ચ મહિનામાં જીએસટી કલેકશન ઘટીને એક લાખ કરોડથી નીચે આવી ગયું છે.માર્ચ મહિનામાં જીએસટી કલેકશન ૯૭,૫૯૭ કરોડ રૂપિયા રહ્યું છે.છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત જીએસટી કલેકશન એક લાખ કરોડ રૂપિયાથી નીચે ગયું છે.કોરોનાને પગલે જાહેર કરાયેલા લોકડાઉનની અસર જીએસટી કલેકશન પર જોવા મળી છે.માર્ચ,૨૦૧૯માં જીએસટી કલેકશન ૧.૦૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.ઉલ્લેખનીય છે કે નવેમ્બરથી ૨૦૧૯થી ફેબુ્રઆરી ૨૦૨૦ સુધીમાં જીએસટી કલેકશન એક લાખ કરોડ રૂપિયાથી વધારે હતું.જીએસટી કલેકશન નવેમ્બર, ૨૦૧૯માં ૧.૦૩ લાખ કરોડ રૂપિયા, ડિસેમ્બર, ૨૦૧૯માં ૧.૦૩ લાખ કરોડ રૂપિયા,જાન્યુઆરી, ૨૦૨૦માં ૧.૧૦ લાખ કરોડ રૂપિયા અને ફેબુ્રઆરી ,૨૦૨૦માં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.માર્ચ,૨૦૨૦માં ૭૬.૫ લાખ જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૨૦માં ૮૩ લાખ જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ મહિનામાં જમા થયેલા ૯૭,૫૯૭ કરોડ રૂપિયાની જીએસટીની રકમમાં ૧૯,૧૮૩ કરોડ રૂપિયા સીજીએસટીના,૨૫,૬૦૧ કરોડ રૂપિયા એસજીએસટીના, ૪૪૫૦૮ કરોડ રૂપિયા આઇજીએસટીના છે.ટેકસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનને પગલે એપ્રિલ,૨૦૨૦માં જીએસટીની આવકમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે.

Share Now