દિલ્હીઃ તબલીગી જમાતના ‘જલ્સા’માં ર૦ રાજયોમાંથી ૧પ૦૦૦થી વધુ લોકો સામેલ હતા

265

દિલ્હી સરકારના નિયમો નેવે મૂકયા હતા

નવી દિલ્હી તા. રઃ હઝરત નિઝામુદ્દીન ખાતેના તબલીગી જમાતના મરકઝમાં આયોજીત જોડ (કાર્યક્રમ)માં ર૦ રાજયોના ૧પ હજારથી વધારે લોકો સામેલ થયા હતા.આ ભીડમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ હતા.સુત્રોનું કહેવું છે કે તેમાં કેટલાય કોરોના પોઝીટીવ પણ હતા જેમણે ત્યાં આવેલા લોકોને સંક્રમિત કર્યા.તે લોકો પોતાના રાજયમાં અકિલા પાછા ફર્યા અને દેશભરમાં બીમારી ફેલાવી.તબલીગી જમાતના કરતૂતના કારણે અત્યારે આખો દેશ કોરોનાનું જોખમ વ્હોરી રહ્યો છે.વિભીન્ન રાજયોની સરકારો નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધવામાં ધંધે લાગી છે.

સુત્રોનું કહેવું છે કે દિલ્હી સરકાર આ જલસામાં સામેલ સ્થાનિક લોકોની પણ તપાસ કરી રહી છે.આખા ઘટનાક્રમ પછી મરકઝ મેનેજમેન્ટ પોતાને પાક સાફ બતાવવામાં લાગ્યું છે.દેશમાં કોરોનાનું જોખમ મંડરાતા દિલ્હી સરકારે પહેલા એક સ્થળે પ૦થી વધારે અને ત્યાર પછી પાંચ લોકોના ભેગા થવા પર મનાઇ કરી હતી.મરકઝ મેનેજમેન્ટે દિલ્હી સરકારના આદેશોને સંપૂર્ણપણે અવગણ્યા અને ૧પ થી ૧૭ માર્ચ સુધી દક્ષિણ ભારતીય રાજયોનો જલસો આયોજીત કર્યો.એમાં દક્ષિણની સાથે જ ઉત્તર ભારતીય રાજયોના લોકો પણ હતા.અહીં ર૦ રાજયોના ૧પ હજારથી વધારે લોકો પહોંચ્યા હતાં.જનતા કર્ફયુ પહેલા મોટાભાગના લોકો પોત પોતાના ઘરે પાછા ફર્યા હતા.લોકડાઉન જાહેર થયો ત્યારે મરકઝ તરફથી કહેવામાં આવ્યું કે અહીં એક હજાર લોકો ફસાઇ ગયા છે.પ્રશાસને લોકોને અહીંથી કાઢવાનું શરૂ કર્યું તો ગઇ કાલ઼ે સવાર સુધીમાં ર૩૦૦થી વધારે લોકોને કાઢવામાં આવ્યા તેમાંથી પ૦૦થી વધારે લોકોની તબિયત સારી નહોતી.તેમને અલગ અલગ હોસ્પીટલોમાં દાખલ કરાયા છે.

Share Now