COVID-19નો કહેર દિવસેને દિવસે વધતો જોવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી તા. ૨ : વિશ્વભરમાં મોતનું પર્યાયી બની ગયેલ કોરોના વાયરસ એટલે કે COVID – 19 નો કહેર દિવસેને દિવસે વધતો જોવામાં આવી રહ્યો છે.વૈશ્વિક રોગચાળાને કારણે હજી સુધી વિશ્વમાં હજારો લોકોનાં મોત નીપજયાં છે.દુનિયાભરનાં ૮૨૩૨૦૦ લોકો કોરોનાનો શિકાર સંક્રમણના રૂપે વહોરી ચૂકયા છે,તો મૃત્યુ આંક ૫૦ હજારને આંબવામાં છે.યુ.એસ.માં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૮૬૫ મૃત્યુ થયાની સાથે કુલ મૃત્યુ આંક ૪૫૦૦ને પાર થઇ ચૂકયો છે.તો ૨ લાખ કરતા પણ વધુ લોકો કોરોના ચપેટમાં આવી ગયા હોવનું નોંધવામાં આવી રહ્યું છે.જર્મનીમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલી પ્રતિબંધો બે અઠવાડિયા સુધી વધારી દીધી છે.હવે આ સમયગાળો વધીને ૧૯ એપ્રિલ થઈ ગયો છે.ઈરાનમાં કોરોના વાયરસના ચેપથી મૃત્યુઆંક બુધવારે ત્રણ હજારને વટાવી ગયો.દરમિયાન રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકા પર કટાક્ષમાં કહ્યું છે કે અમેરિકા પ્રતિબંધ હટાવવાની ઐતિહાસિક તક ગુમવી રહ્યું છે.સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ યુકેમાં પહેલીવાર એક દિવસમાં કોરોના વાયરસને કારણે ૫૦૦ થી વધુ લોકોનાં મોત નીપજયાં છે.બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે લગભગ ૨,૮૦૦ સ્થળાંતરીત ચિકિત્સકો,નર્સો અને પેરામેડિકલ સ્ટાફના વિઝા એક વર્ષ માટે વધારવામાં આવશે.આ લોકો માટે વિઝા અવધિ ૧ ઓકટોબર પહેલા સમાપ્ત થવાની છે.પ્રીતિએ કહ્યું કે,’કોરોના વાયરસ સામે લડવા અને જીવન બચાવવા માટેના એનએચએસના પ્રયત્નોમાં વિશ્વભરના તબીબી કર્મચારીઓ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યા છે.પાકિસ્તાનમાં કોરોનો વાયરસના કેસોની સંખ્યા ૨૦૦૦ ને વટાવી ગયો છે,સરકારે રોગચાળાને રોકવાના પ્રયત્નો છતાં ઉપર તરફ ધ્યાન દોર્યું હતું.રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૫ નવા દર્દીઓએ વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે,જેનાથી ચેપનો કુલ આંક ૨,૦૩૯ થયો છે.