ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ ક્વોરન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો આદેશ આપ્યો

335

કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 47,000થી વધુ લોકોના મોત થયા
એજન્સી, મનીલા

કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી 47,205 લોકોના મોત થઈ ગયા છે અને 9 લાખ 35 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. ત્યાંજ 1 લાખ 94 હજારો લોકો સ્વસ્થ પણ થયા છે. ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તે ક્વોરાન્ટાઈન દરમિયાન હિંસક પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે.

મેટ્રો મનીલામાં લોકોની વચ્ચે ભોજન વિતરણ દરમિયાન લેફ્ટ પ્રદર્શનકારી અનિયંત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ એક એપ્રિલના રોજ દુતેર્તે જણાવ્યું કે, પોલીસ અને સેનાને મેં આદેશ આપ્યો છે કે જો કોઈપણ વ્યક્તિ મુશ્કેલી ઉભી કરે છે અને જીવ જોખમમાં મૂકે છે તો તેને ગોળી મારી દો. સરકારના આદેશોનું પાલન કરવા અને શાસન વ્યવસ્થ જાળવી રાખવાની જરૂર છે. કોઈપણ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને નુકસાન થવું જોઈએ નહીં.

ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રેસ એધેનોમ ગ્રેબિયેસિસે જણાવ્યું છે કે કેટલાક મહિના અગાઉ મોટા ભાગના લોકો કોરોના વાયરસથી અજાણ હતા. વાયરસે દુનિયાના મોટા ભાગના દેશોમાં પગપેસારો કર્યો છે અને સંક્રમણના કેસ કોઈપણ દિવસે 10 લાખ સુધી પહોંચી શકે છે.

Share Now