ખાવા પીવાની વસ્તુ ખરીદવા જાય તો પાછા ધકેલી દેવાય છે
પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં રહેતા લઘુમતીઓને પાકિસ્તાન સરકાર દ્વારા ઘરોમાં બંધ કરી દેવાયા છે અને તે દરમિયાન ના તેમને ખાવા-પીવા માટે રાશન આપવામાં આવી રહ્યું છે અને ના તેમને ખાવા પીવાની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી રહી છે.પાકમાં વસવાટ કરતા હિંદૂ, ઈસાઇ અને શીખ ધર્નના લોકો જ્યારે પણ ખાવા પીવાની વસ્તુ ખરીદવા દુકાન પર જાય છે,તો તેમને ત્યાંથી પરત મોકલી દેવામાં આવે છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનમાં આ સમયે કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થઈ ગયા છે.જ્યારે સમગ્ર પાકિસ્તાનમાં 1865 કોરોનાના કેસ સામે આવ્યા છે.ખૈબર પખ્તૂનખવામાં 221,બલૂચિસ્તાનમાં 153, ગિલગિસ્તાન-બાલટિસ્તાનમાં 148 અને ઇસ્લામાબાદમાં 58 કોરોના પોઝિટીવ કેસ મળ્યા છે.પાકિસ્તાનમાં રહેતા એક હિંદુ નું કહેવું છે કે અમારી સાથે ધાર્મિક આધાર પર ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.અમને કોઈ મદદ કરવામાં આવી રહી નથી.જ્યારે અમે રાશનની દુકાન પર જઇએ છે તો લઘુમતી હોવાના કારણે હાંકી કાઢવામાં આવે છે.હિંદુ અથવા ઈસાઈ તમામ લધુમતીઓની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.પાકિસ્તાનના કરાચીમાં રહેતા ઈસાઈ પરિવારના કિરણે કહ્યું કે અમે ઈસાઈ છીએ એટલે અમારી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.અમારો વ્યાપાર ઠપ છે.અમે ઘણા મુસીબતમાં છીએ.પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિંદુ, શીખ અને ઈસાઈ ધર્મના લોકો વસવાટ કરે છે.જ્યારે પણ લઘુમતીઓ પાક અધિકારીઓ પાસે જાય છે,તો તેમને કહેવામાં આવે છે કે,લઘુમતી હોવાના કારણે કોઇ મદદ આપવામાં આવશે નહીં.તેમાંથી ઘણા પરિવાર ખુબજ ગરીબ છે અને ઘરમાં બંધ હોવા ના કારણે તેમની સામે આર્થિક સંકટ આવી પડ્યું છે.