આ વાઇરસના ફેલાવાના કારણે દુનિયાભરમાં મંદી ફેલાઈ છે
નોવેલ કોરોના વાઇરસ દુનિયાભર માટે એક કોયડો બન્યો છે.આ મહામારી એક રીતે ચીન દ્વારા શરૂ કરાયેલા બાયોલોજિકલ વોર જ હોવાનું માનવામાં આવી રહ્યું છે,પરંતુ એક્સપર્ટ્સ આ વાત નકારી રહ્યા છે.એક્સપર્ટ્સની દ્રષ્ટિએ કોરોના એક આઇડિયલ બાયોલોજિકલ વોરફેર એજન્ટ નથી.એક હકીકત એ પણ છે કે,ચીન એના મૂળ વિશેના સવાલોના જવાબ આપતું નથી.
યુએસ આર્મીમાં કેમિકલ અને બાયોલોજિકલ વેપન્સ માટેના સિનિયર ઓફિસર થોમસ સોફરે જણાવ્યું હતું કે,બાયોવેપન તરીકે કોરોના વાઇરસ યોગ્ય કેન્ડિડેટ નથી.કેમ કે, બાયોલોજિકલ વેપન્સની ઘાતક અસરો વધારે હોય છે.કોરોનાના કેસમાં કેસીસની સંખ્યા વધુ છે,પરંતુ મોર્ટાલિટી રેટ એક બાયોલોજિકલ વેપન તરીકે ઓછો છે.થોમસનું જણાવવું છે કે,એક સારું બાયોવેપન એન્થ્રક્સ જેવું હોય છે.જેનાથી એક્સપોઝ થનારા 80 ટકા લોકો મૃત્યુ પામી શકે છે.
પહેલાં ગલ્ફ વોર દરમિયાન અમેરિકન આર્મીએ ઇરાક તરફથી બાયોલોજિકલ વોરફેર જોખમને ગંભીરતાથી લીધું હતું અને એવા ડિટેક્ટર્સની શોધ કરી હતી કે જે બાયોલોજિકલ એજન્ટ્સની શોધ કરી શકે.કોરોના વાઇરસ બાયોલોજિકલ વેપન ન હોવાનું એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કે,જો એ ખરેખર વેપન હોય તો ચીનની પાસે એનો એન્ટિડોટ કે વેક્સિન હોય.નોર્થ કોરિયાએ પણ આ વાઇરસનો એક વેપન તરીકે ઉપયોગ કર્યો હોવાની વાત અમેરિકાએ જ ફગાવી દીધી છે.
કોરોના ભલે બાયોલોજિકલ વેપન ન હોવાનું માનવામાં આવી રહ્યું છે,પરંતુ ચીન મહત્વના સવાલોના જવાબો આપવા તૈયાર નથી.વાસ્તવિકતા એ પણ છે કે, 2003માં સાર્સના ફેલાવા બાદ ચીને વાઇરસીસ પર સંશોધન માટે ખૂબ જ ખર્ચ કરવાનું શરૂ કર્યું હતું. એ સંશોધનનો આ નોવેલ કોરોના વાઇરસની સાથે કોઈ નિસ્બત છે કે નહીં એ પણ ચીને હજી સુધી કન્ફર્મ કહ્યું નથી.
ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ શરૂઆતમાં સ્ટડી માટે અમેરિકાને નવા કોરોના વાઇરસના સેમ્પલ્સ મોકલવાની તૈયારી બતાવી હતી. જોકે, તેમણે બાદમાં પોતાનું પ્રોમિસ પાળ્યું નથી.આ તમામ હકીકતો છતાં નોવેલ કોરોના વાઇરસ બાયોલોજિકલ વેપન જ હોવાની વાત ફગાવવામાં આવી રહી છે. એક દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે, આ વાઇરસના ફેલાવાના કારણે દુનિયાભરમાં મંદી ફેલાઈ છે ત્યારે એની અસરો ચીનના અર્થતંત્ર પર પણ પડી શકે છે. ચીનના મોડર્નાઇઝેશન પ્રોગ્રામ પર પણ એની અસરો થઈ શકે છે.
કોવિડ-19 બાયોલોજિકલ વેપન ન હોય તો પણ એની વિનાશકારી અસરોને જોતા ભવિષ્યમાં વિનાશકારી તાકતો આ રીતે વાઇરસનો વેપન તરીકે ઉપયોગ કરી શકે એવી શક્યતા નકારી ન શકાય આવી સ્થિતિમાં દુનિયા માટે ચોક્કસ જ નવા પડકારો આવ્યા છે.