તબલિગી જમાત મરકઝ સામેલ થયેલા મહારાષ્ટ્રના 252 લોકો ઓળખાયા

260

કુલ 92 વ્યક્તિને ક્વૉરન્ટીન કરીને તેમની ટેસ્ટ કરવામાં આવી

કોરોના વાઇરસના રોગચાળાના ફેલાવાની મહત્ત્વની ઘટનાઓમાં એક માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં દિલ્હીના નિઝામુદ્દીન-પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા તબ્લિગી જમાત મર્કઝના વિરાટ સંમેલનમાં મહારાષ્ટ્રમાંથી સામેલ થયેલા ૨૫૨ લોકો ઓળખાયા છે. એ ઇસ્લામી ધાર્મિક સંમેલન પછી કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા હતા. મર્કઝમાં સહભાગી ૧૮૩૦ લોકોમાંથી ૧૫થી ૨૦ ટકા લોકો ઓછાવત્તા પ્રમાણમાં કોરોના-ઇન્ફેક્શનની અડફેટે ચડ્યા હતા.

પુણેના ડિવિઝનલ કમિશનર દીપક મ્હૈસકરે જણાવ્યું હતું કે ‘પુણે, સોલાપુર, કોલ્હાપુર, સાતારા અને સાંગલીથી મર્કઝમાં ગયેલા ૧૮૨ લોકોની યાદી મળી છે.એમાંથી ૧૦૬ ઓળખાયા છે અને એમાંના ૯૭ જણને ક્વૉરન્ટીન કરીને તેમનનાં પૅથોલૉજિકલ સૅમ્પલ્સ તપાસવા મોકલાયાં છે. અન્યોને શોધવાના પ્રયાસ ચાલે છે. ૧૮૨માં પુણેના ૧૩૬, કોલ્હાપુરના ૨૧, સોલાપુરના ૧૭, સાતારાના ૫ અને સાંગલીના ૩ જણ છે. એ ૧૮૨માંથી ૭૦ જણ ઓળખાયા છે.’

રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યા મુજબ તબ્લિગી જમાત મર્કઝમાં સહભાગી ૨૫૨ જણમાં ૩૫ જણ અહમદનગરના છે. એ ૩૫માંથી ૨૯ ઇન્ડોનેશિયા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઘાના તથા અન્ય દેશમાંથી આવ્યા છે. એમાંથી એક સ્થાનિક વ્યક્તિ અને એક વિદેશીને કોરોના-ઇન્ફેક્શન હોવાનું નોંધાયું છે. એ બધાને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મુંબઈમાં ઓળખાયેલા ૩૨ જણમાં ૧૨ ઇન્ડોનેશિયન્સ (૬ સ્ત્રીઓ અને ૬ પુરરુષો) છે. ૧૨ ઇન્ડોનેશિયન્સ બાંદરાની મસ્જિદમાં મળ્યા હોવાનું નાયબ પોલીસ કમિશનર પરમજિત સિંહ દહિયાએ જણાવ્યું હતું. અન્ય ૨૦ જણ રાજસ્થાન, ગુજરાત તથા અન્ય રાજ્યોના છે. એ ૨૦ જણ મુંબઈના પશ્ચિમનાં ઉપનગરોની મસ્જિદોમાંથી મળ્યા હતા. એ ૩૨ જણને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

Share Now